ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરકાંઠાના દલપુરમાં દીવાલ ધરાશાઈ, એકનું મોત, બે ઘાયલ

દુર્ઘટના / સાબરકાંઠાના દલપુરમાં દીવાલ ધરાશાઈ, એકનું મોત, બે ઘાયલ

Published By: Vishal Khamar

Last Updated: 04:45 PM, 31 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના દલપુર ગામે દિવાલ ધરાશાયી થવા પામી હતી. દિવાલ ધરાશાઈ થતા 1 વ્યક્તિનું મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા.

ADVERTISEMENT

સાબરકાંઠા જિલ્લાના દલપુર ગામમાં એક દુર્ઘટનાગ્રસ્ત બનાવ સામે આવ્યો છે. જેમાં દિવાલ ધરાશાઈ થતા એક વ્યક્તિનું મોત થયું છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

દુર્ઘટના સર્જાતા લોકો મદદે દોડી આવ્યા

મળતી માહિતી મુજબ ગામમાં એક મકાનની બાજુમાં ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક બાજુની દિવાલ ધરાશાઈ થઈ ગઈ. દિવાલ પડતાં ત્રણ લોકો તેની નીચે દબાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને દબાયેલા લોકોને બહાર કાઢ્યા.

ઘાયલોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા

બધા ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. જોકે સારવાર દરમિયાન મકાન માલિકનું મોત નિપજ્યું હતું. જ્યારે બાકી બે ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલુ છે.

આ પણ વાંચોઃ અમદાવાદના જાણીતા પોલીસ સ્ટેશનની અનોખી પહેલ, વ્યસન મુક્તિ માટે લેવાયો મોટો નિર્ણય

સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક તપાસ મુજબ ખોદકામ દરમિયાન યોગ્ય સાવચેતી ન રાખવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

wall collapse Sabarkantha Sabarkantha news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ