ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના જાણીતા પોલીસ સ્ટેશનની અનોખી પહેલ, વ્યસન મુક્તિ માટે લેવાયો મોટો નિર્ણય
Last Updated: 03:49 PM, 31 March 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં વ્યસન મુક્તિને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ સામે આવી છે. શહેરના ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા પાન-મસાલા અને તમાકુના ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
આ પહેલનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે અને ફરજ દરમિયાન વ્યસનથી દૂર રહેવાની સંસ્કૃતિ વિકસાવવાની છે. પોલીસ સ્ટેશનના પરિસરમાં સ્પષ્ટ રીતે “તમાકુ પર પ્રતિબંધ” દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેથી દરેક કર્મચારી અને મુલાકાતીઓને આ નિયમ અંગે જાણ થાય.

ADVERTISEMENT
નિયમોના ઉલ્લંઘન સામે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનમાં તમાકુ ખાતા પકડાતા કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આવા નિયમોનું ઉલ્લંઘન કરનાર 5 પોલીસ કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે, જેનાથી અન્ય કર્મચારીઓમાં પણ જાગૃતિ વધતી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ લીમડી સ્ટેશન પર ટિકિટ બ્લેકિંગનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા
ADVERTISEMENT
આ પહેલ માત્ર નિયમ પૂરતી નથી, પરંતુ એક સંદેશ પણ આપે છે કે કાયદાનું પાલન કરાવનારોએ પોતે પણ શિસ્ત અને સ્વસ્થતા જાળવવી જોઈએ. ખોખરા પોલીસ સ્ટેશનનો આ પ્રયાસ શહેરના અન્ય પોલીસ સ્ટેશનો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. આ રીતે, અમદાવાદ પોલીસ દ્વારા લેવામાં આવેલી આ અનોખી પહેલ વ્યસન મુક્ત સમાજ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.