ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લીમડી સ્ટેશન પર ટિકિટ બ્લેકિંગનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા

કાર્યવાહી / લીમડી સ્ટેશન પર ટિકિટ બ્લેકિંગનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા

Published By: Vishal Khamar

Last Updated: 03:04 PM, 31 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદમાં ઓપરેશન સતર્ક હેઠળ બોટાદ RPF દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં સ્ટેશન પર ટિકિટના કાળા બજાર કરતા બે શખ્સ ઝડપાયા હતા.

ADVERTISEMENT

બોટાદ જિલ્લામાં “ઓપરેશન સતર્ક” હેઠળ RPF દ્વારા નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે. લીમડી રેલવે સ્ટેશન પર રેલવે ટિકિટોના કાળા બજાર ચલાવતાં બે શખ્સોને ઝડપવામાં આવ્યા છે.

RPF ટીમે ગુપ્ત વોચ ગોઠવીને આ કાર્યવાહી હાથ ધરી

માહિતી મુજબ, બોટાદ RPF ટીમે ગુપ્ત વોચ ગોઠવીને આ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક સગીર સહિત નવસાદ અમીર બગસરિયા નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 82 રેલવે ટિકિટો જપ્ત કરવામાં આવી, જેમની અંદાજિત કિંમત ₹3,87,795 જેટલી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ ખરાબ હવામાનને કારણે મધરાત્રે ઈન્ડિગોની ફ્લાઈટ કરાઈ ડાયવર્ટ, સુરત એરપોર્ટ પર લેન્ડિંગ

66 ટિકિટો પહેલેથી જ ઉપયોગમાં લેવાયેલી

જપ્ત કરાયેલી ટિકિટોમાંથી 66 ટિકિટો પહેલેથી જ ઉપયોગમાં લેવાયેલી હતી, જ્યારે 16 ટિકિટો હજુ બાકી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ અલગ-અલગ રેલવે સ્ટેશનો પરથી ટિકિટો બુક કરીને વધુ કિંમતે વેચતા હતા. RPF દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આ કાળા બજારના નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RPF Botad news Botad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ