ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / vadodara heretic man emotional blackmailing girl father complaint in PMO
ADVERTISEMENT
ADVERTISEMENT
વડોદરામાં એક વિધર્મી યુવક સેલવિન પાઉલ પરમારે પોતે કરોડપતિ હોવાનું જણાવી એક યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. જ્યાર બાદ વિધર્મીએ કોર્ટ મેરેજ કરીને યુવતીને મરવા માટે મજબૂર કરી હતી. આ મામલે યુવતીના પિતાએ PMOમાં ફરિયાદ કરી છે. જેથી PMOએ તપાસના આદેશ આપ્યા છે.

ADVERTISEMENT
સેલવિન પાઉલ પરમારે કરોડપતિ હોવાનું જણાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી
આ કેસમાં સેલવિન પાઉલ પરમારે પોતે કરોડપતિ હોવાનું જણાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ યુવતી સાથે કોર્ટ મેરેજ કરીને યુવતીને ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. જેથી પીડિત યુવતીએ પોતાના શરીર પર 500થી વધુ બ્લેડના કાપા માર્યા હતા. આ સમગ્ર મામલે યુવતીના પિતાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
ADVERTISEMENT

અગાઉ મામલો બહાર આવતા પરિવારે લીધી હતી શી-ટીમની મદદ
ADVERTISEMENT
તેઓએ આરોપ લગાવતા કહ્યું કે, 'ગઇ વખતે તેઓએ શી-ટીમની મદદ લીધી હતી. આ સમયે શી-ટીમ સાથે આવેલો પોલીસ કોન્સ્ટેબલ નયલ સોલંકીએ રૂપિયા 5000ની લાંચ માંગી હતી. આ રૂપિયા લેવા માટે છાણી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ સંજયકુમાર પણ સાથે આવ્યો હતો. જે બાદ વડોદરા પોલીસે 22 જૂનના રોજ નયલ સોલંકી અને સંજયકુમારને સસ્પેન્ડ કર્યા હતા.'
ADVERTISEMENT
ધોરણ 10 પાસ સેલ્વિન અંગત પળોના વીડિયો બતાવીને યુવતીને ધમકી આપતો
તમને જણાવી દઇએ કે, વડોદરા શહેરની 23 વર્ષીય યુવતી સેલ્વિન પાઉલ પરમાર નામના એક યુવકના સંપર્કમાં આવી હતી. બે વર્ષ પહેલા બંનેનો પરિચય થયો હતો. જેના બાદ યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ધોરણ 10 પાસ સેલ્વિન યુવતીને લગ્ન કરવા દબાણ કરવા લાગ્યો હતો. એસીપી પરેશ ભેસાણિયાના જણાવ્યા અનુસાર લગ્ન માટે દબાણ કરતા વિધર્મી યુવકે બાદમાં યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેણે બંને વચ્ચેના અંગત પળોના વીડિયો બતાવીને તેને ધમકી આપી હતી. જેથી આઘાતમાં સરેલી પડેલી પીડિત યુવતીએ યુવકના ત્રાસથી છુટકારો મેળવવા પોતે જ પોતાના શરીર પર બ્લેડના ઘા માર્યા હતા. યુવતીએ અંગત પળની વીડિયો ક્લીપ યુવકને ભરોસો રાખીને આપી હતી.
ADVERTISEMENT
વીડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી લગ્ન કર્યા
યુવકે વીડિયો ક્લિપનો દૂરુપયોગ કર્યો હતો અને યુવતીને બ્લેકમેઇલિંગ કરવા લાગ્યો હતો અને પિશાચી આનંદ મેળવવા બ્લેડના ઘા મારી ફોટા મૂકવાની ધમકી આપવા લાગ્યો હતો.આખરે યુવતીને વીડિયો ક્લીપ વાઇરલ કરવાની ધમકી દબાણ કરીને પીડીતાને ફોસલાવી હતી અને તેને આણંદ ભગાડી લઈ ગયો હતો. જ્યાં બંનેએ ચર્ચમાં લગ્ન કર્યા હતા.
યુવતીના પરિવારે મોબાઇલ ચેક કરતાં ભાંડો ફૂટયો
બીજી તરફ પીડિત યુવતી ની મદદે આવેલા મહિલા સુરક્ષા સમિતિના શોભનાબેન રાવલે પીડિતા વતી જણાવ્યું હતું કે સેલ્વિને યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનુ શરૂ કર્યુ હતુ. એટલુ જ નહિ, યુવતીને ઘરમાં ગોંધી પણ રાખવામાં આવતી હતી. આ મામલે દીકરીના પિતાને જાણ થતા તેઓ દીકરીને પોતાના ઘરે લઈ આવ્યા હતા. સમગ્ર મામલો બહાર આવ્યા બાદ યુવતીના પિતાએ સેલ્વિન પાઉલ પરમાર, શ્વેતા પાઉલ પરમાર અને પાઉલ પરમાર સામે ફરિયાદ દાખલ કરી હતી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ સોશિયલ મીડિયાથી સતત સંપર્કમાં રહેતો હતો. યુવતીના પરિવારે મોબાઇલ ચેક કરતાં એમાં યુવક સાથેનું ચેટિંગ મળી આવ્યું હતું, જેમાં યુવક તેને એક જ મિનિટમાં બ્લેડથી 40થી 45 કાપા પોતાના શરીર પર મારવાનું કહી તેના ફોટા સોશિયલ મીડિયા પર મગાવી પિશાચી આનંદ લેતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ