બ્રેકિંગ ન્યુઝ
VTV / જોવા જેવું / તમારા કામનું / મધ્યમ અને ગરીબ વર્ગને ફટકો, 1 જુલાઇથી રેલવે ભાડામાં આટલો વધારો, અપડાઉનવાળાને ફાયદો
Last Updated: 10:15 PM, 30 June 2025
દેશની મોટાભાગની વસ્તી ભારતીય ટ્રેનોમાં મુસાફરી કરે છે. ગરીબથી લઈને અમીર સુધી, દરેક વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરે છે, પરંતુ 1 જુલાઈથી ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મોટો ઝટકો લાગ્યો છે. 1જુલાઈથી ટ્રેન ટિકિટના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. રેલ્વે ભાડું મોંઘુ થઈ ગયું છે. એટલે કે, 1જુલાઈ પછી, તમે એસી કોચમાં મુસાફરી કરો કે સ્લીપર કોચમાં, તમારી મુસાફરી મોંઘી થવાની છે. રેલ્વે બોર્ડના પ્રસ્તાવોને રેલ્વે મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
1 જુલાઈથી રેલ્વે ભાડું કેટલું મોંઘુ થયું?
1જુલાઈ, 2025થી, તમામ એક્સપ્રેસ અને મેલ ટ્રેનોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. રેલવેએ ભાડા વધારા અંગે સૂચના જારી કરી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં, કોરોના સંકટ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે રેલવેએ ભાડામાં વધારો કર્યો હતો, હવે પાંચ વર્ષ પછી ફરીથી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

રેલવે દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર, આ વખતે મહત્તમ ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે, જનરલ નોન-એસી સ્લીપર ક્લાસ અને ફર્સ્ટ ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 50પૈસાનો વધારો થયો છે. તેવી જ રીતે, મેલ અને એક્સપ્રેસ નોન-એસી ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થયો છે.
ADVERTISEMENT
KM મુજબ ભાડું કેટલું વધ્યું?
રેલવે દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, 500કિમી સુધીના અંતર માટે સામાન્ય નોન-એસી ટ્રેનોમાં સેકન્ડ ક્લાસના ભાડામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. 501-1500 કિમીના અંતર માટે ભાડું ૫ રૂપિયા,1501-2500 કિમીના અંતર માટે ટિકિટ ભાડું 10રૂપિયા અને2501-3000કિમીના અંતર માટે ટિકિટ ભાડું 15રૂપિયા વધશે. જ્યારે ફર્સ્ટ ક્લાસ અને સ્લીપર માટે ભાડું પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Gujaratમાં આગામી ચાર દિવસ ભારે, આ વિસ્તારમાં તો હોડીઓમાં જ નિકળવું પડશે
1 જુલાઈથી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં કેટલું ભાડું હશે?
ADVERTISEMENT
મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનોના સેકન્ડ ક્લાસ, સ્લીપર ક્લાસ અને ફર્સ્ટ ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો થયો છે. તે જ સમયે, એસી કોચ એટલે કે એસી-3 ટાયર, એસી-2 ટાયર અને ફર્સ્ટ એસીનું ભાડું પ્રતિ કિલોમીટર 2 પૈસા વધારવામાં આવ્યું છે.
આ ટ્રેનોના ભાડામાં પણ વધારો થયો
ADVERTISEMENT
વંદે ભારત, શતાબ્દી, રાજધાની, તેજસ, દુરંતો, ગરીબ રથ જેવી પ્રીમિયમ ટ્રેનોના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમાં અનુભૂતિ અને વિસ્ટાડોમ કોચનો પણ સમાવેશ થાય છે. જોકે, રેલવેએ ઉપનગરીય ટ્રેનોના ભાડામાં કોઈ વધારો કર્યો નથી. આ ઉપરાંત સીઝન ટિકિટના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો નથી.

ભાડા બદલાયા નથી
લોકલ ટ્રેનોના રેલવેએ માસિક સીઝન ટિકિટ અને લોકલ ટ્રેનોના ભાડામાં કોઈ ફેરફાર કર્યો નથી, જેનાથી દરરોજ મુસાફરી કરતા મુસાફરોને રાહત મળશે. ઉપનગરીય ટ્રેનોનું ભાડું યથાવત રાખવામાં આવ્યું છે. રેલવેએ રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ સરચાર્જ અને અન્ય ચાર્જમાં કોઈ ફેરફાર કર્યો નથી. જીએસટી પણ પહેલાની જેમ જ લાગુ રહેશે.
શું નવો નિયમ 1 જુલાઈ પહેલા બુક કરાયેલી ટિકિટો પર લાગુ થશે?
રેલવેએ સ્પષ્ટતા કરી છે કે 1 જુલાઈ, 2025 પહેલા બુક કરાયેલી ટિકિટો પર આ લાગુ પડશે નહીં. તેનો અર્થ એ કે, જો તમારું રિઝર્વેશન પહેલાથી જ થઈ ગયું હોય તો TTE મુસાફરી દરમિયાન તમારી પાસેથી ભાડામાં વધારો માંગી શકશે નહીં. રેલવે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ મુસાફરે 1જુલાઈ પહેલા ટિકિટ બુક કરાવી હોય, તો તેના પર નવું ભાડું લાગુ પડશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.