ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat માં આગામી ચાર દિવસ ભારે, આ વિસ્તારમાં તો હોડીઓમાં જ નિકળવું પડશે

આગાહી / Gujarat માં આગામી ચાર દિવસ ભારે, આ વિસ્તારમાં તો હોડીઓમાં જ નિકળવું પડશે

Last Updated: 08:40 PM, 30 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24 કલાકમાં રાજ્યના 189 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 30 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણાના કડીમાં સૌથી વધુ 3.6 ઈંચ વરરસાદ નોંધાયો છે. અમદાવાદના વિરમગામમાં પડ્યો 3.5 ઈંચ વરસાદ. ખેરગામ અને ઉમરગામમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. દેત્રોજ અને વાંસદામાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો. ડેડિયાપાડા અને વઘઈમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો.

ADVERTISEMENT

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજાની મેઘમહેર થવાની આગાહી સામે આવી છે. સાથે જ હવામાન વિભાગે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

અમદાવાદ પર ઘેરાતા વાદળો

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર કચ્છ માટે પણ અઠવાડીયું ભારે

હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમજ આ વિસ્તારોમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે. અતિભારે વરસાદની સાથે જ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ

હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : 55 કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં વરસાદ ત્રાટકશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં તો યલો એલર્ટ

આવતીકાલે ઝાપટાથી શરૂ થશે વરસાદ

આવતીકાલે પણ વરસાદી ઝાપટા ચાલુ રહેશે તેવી શક્યતા છે. આવતી કાલે ખાસ કરીને ઉત્તર ગુજરાત, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. અરવલ્લી, પંચમહાલ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેને લીધે ભારે વરસાદ થઈ શકે છે.

30 જુનથી 3 જુલાઇ ગુજરાત માટે ભારે

ગુજરાતમાં ફરીથી મેઘરાજા મેહરબાન બન્યા છે. આજે 30મી જૂન રવિવારથી 3મી જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ વચ્ચે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વહેલી સવારે વરસાદી માહોલ છવાયો છે, જેના કારણે તાપમાનમાં ઘટ અને ભેજના પ્રમાણમાં વધારો નોંધાયો છે.

13 જિલ્લાઓ માટે યલો એલર્ટ

30મી જૂન સોમવારના દિવસે, હવામાન વિભાગે 13 જિલ્લાઓ માટે યલો એલર્ટ આપ્યું છે. તેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. 1મી જુલાઈના રોજ, વરસાદનું જોર થોડીક હદે ઘટી શકે છે. આ દિવસે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા છે.

બીજી જુલાઇ દક્ષિણ માટે ભારે

બીજી જુલાઈએ, ઘણા જિલ્લામાં વરસાદ ઓછો રહેશે, પરંતુ નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી જેવા વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Monsoon Update Weather Forecast Gujarat Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ