બ્રેકિંગ ન્યુઝ
VTV / જોવા જેવું / વિશ્વ / અમદાવાદથી હવે Direct શ્રીલંકા, ફ્લાઇટથી Colomboનો Luxury Experience બની ગયો વધુ Easy
Last Updated: 07:07 PM, 4 July 2026
વિદેશ ફરવાની વાત આવે એટલે સૌથી પહેલા મનમાં બે-ત્રણ સવાલ આવે... ફ્લાઇટ કેટલી કમ્ફર્ટેબલ હશે? ખાવા-પીવાની શું વ્યવસ્થા હશે? અને હોટેલ એવી મળશે કે નહીં જ્યાં રોકાવાની પણ મજા આવે? જો તમે પણ આવું વિચારો છો તો હવે શ્રીલંકા તમારા માટે પહેલા કરતાં ઘણું ઈઝી ડેસ્ટિનેશન બની ગયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અમદાવાદથી Colombo માટે FitsAirની ડિરેક્ટ ફ્લાઈટ શરૂ થતાં હવે કલાકોમાં જ ઈન્ડિયન ઓસન વચ્ચે આવેલા આ સુંદર દેશ સુધી પહોંચી શકાય છે. સૌથી મોટી વાત એ છે કે ડિરેક્ટ ફ્લાઈટ હોવાથી ટ્રાન્ઝિટનો થાક નથી લાગતો. Spacious Seats, Supportive Cabin Crew, સારી Inflight Service, અલગ-અલગ ફૂડ ઓપ્શન્સ અને સ્મૂથ ફ્લાઈંગ એક્સપીરિયન્સ મુસાફરીને શરૂઆતથી જ એન્જોયેબલ બનાવી દે છે. ખાસ કરીને પરિવાર સાથે અથવા સીનિયર સિટીઝ માટે આ ડિરેક્ટ કનેક્ટિવિટી એક મોટો પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
Colombo પહોંચ્યા પછી જો કોઈ જગ્યા તમને પહેલી નજરે ઈમ્પ્રેસ કરે તો તે છે City of Dreams. દક્ષિણ એશિયાનું પ્રીમિયમ ઈન્ટિગ્રેટેડ રિસોર્ટ ગણાતું આ ડેસ્ટિનેશન માત્ર હોટેલ નથી, પરંતુ એક નાના શહેર જેવો અનુભવ કરાવે છે. એરપોર્ટથી લગભગ 40 મિનિટના અંતરે આવેલી આ પ્રોપર્ટી Colomboની વચ્ચે આવેલી હોવાથી શહેરના મુખ્ય ટુરિસ્ટ એટ્ર્કેશ્ન પણ સરળતાથી કવર કરી શકાય છે.
ADVERTISEMENT
City of Dreamsમાં આવેલું Cinnamon Life Luxuryને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. રૂમની બારી ખોલતાં જ સામે Indian Oceanનો જબરજસ્ત વ્યુ... સૂર્યોદય હોય કે સૂર્યાસ્ત, બંને ક્ષણો આંખોમાં કેદ થઈ જાય એવી હોય છે.
ADVERTISEMENT
આ પ્રોપર્ટીંનો સ્કેલ પણ અદ્ભુત છે. સેંકડો રૂમ્સ, 60થી વધુ એલિવેટર્સ, World-Class Facilities, Casino, Wellness Centre, Gym, Infinity Pool, Family Pool અને Three-Level Shopping Mall... એટલે હોટેલની બહાર નીકળ્યા વગર પણ આખો દિવસ આરામથી પસાર થઈ શકે.
ADVERTISEMENT
Food Lovers માટે તો City of Dreams એક સ્વર્ગ કહી શકાય. અહીં અનેક રેસ્ટોરન્ટ્સ, Bars અને લોન્જ્સ છે જ્યાં Indian, Japanese, Chinese, French, American સહિત અનેક પ્રકારની ક્યુઝિન મળે છે. સૌથી ખાસ વાત એ કે અહીંના Indiya Restaurantમાં ભારતીય શૅફ દ્વારા તૈયાર થતું Authentic Indian Food મળે છે. એટલે સીફૂડ માટે જાણીતા શ્રીલંકામાં પણ ગુજરાતી પ્રવાસીઓને વેજ ફૂડ શોધવાની ચિંતા જ રહેતી નથી. એટલું જ નહીં, 24x7 All-Day Dining Restaurant હોવાથી કોઈપણ સમયે ભોજનનો આનંદ લઈ શકાય છે.
જો તમને થોડું મનોરંજન ગમતું હોય તો અહીંનો International Standard Casino પણ એક અલગ જ અનુભવ આપે છે. ભલે તમે Casinoમાં રમો કે માત્ર તેનું એમ્બિયન્સ જુઓ, બંને અનુભવ યાદગાર બની રહે. શોપિંગનો શોખ હોય તો ત્રણ માળના મોલમાં અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્ઝ પણ મળી જાય છે.
હોટેલનો Infinity Pool પણ ખાસ જોવા જેવો છે. Poolમાં આરામ કરતાં કરતાં સામે દેખાતો Indian Ocean એવો View આપે છે કે ત્યાંથી બહાર નીકળવાનું મન જ ન થાય.
Colomboની મોડર્ન લાઈફસ્ટાઈલ માણ્યા પછી પ્રવાસનો બીજો પડાવ એટલે કેન્ડી. હરિયાળી, ચાના બગીચા, ઠંડું વાતાવરણ અને ટેકરીઓ વચ્ચે વસેલું આ શહેર શ્રીલંકાની Cultural Capital તરીકે ઓળખાય છે.
કેન્ડીમાં રોકાવા માટે Kandy Myst by Cinnamon પરફેક્ટ ચોઈસ કહી શકાય. હોટેલમાંથી દેખાતી ટેકરીઓનો વ્યુ દિવસભર મનને શાંતિ આપે છે. સવારે બાલ્કનીમાં કૉફી સાથે મિસ્ટ ઢંકાયેલા પહાડો જોવાનો અનુભવ કદાચ આખી ટ્રિપની સૌથી સુંદર યાદ બની જાય. કોલંબોની લક્ઝરી પછી કેન્ડીનું નેચર તમને શ્રીલંકાનો બીજો ચહેરો બતાવે છે.
શ્રીલંકાની સૌથી મોટી ખાસિયત એ છે કે થોડા કલાકોના અંતરમાં તમને બે બિલકુલ અલગ દુનિયા જોવા મળે છે. એક તરફ Colomboની ઈન્ટરનેશનલ લાઈફસ્ટાઈલ, લક્ઝરી હોટેલ્સ અને Nightlife... તો બીજી તરફ કેન્ડીની હરિયાળી, શાંતિ અને કુદરતી સૌંદર્ય.
અમદાવાદથી શરૂ થયેલી ડિરેક્ટ ફ્લાઈટના કારણે હવે શ્રીલંકા માત્ર International Destination નથી રહ્યું, પરંતુ વીકેન્અડ થવા શોર્ટ હોલીડે માટે પણ એક સારો ઓપ્શન બની ગયું છે. અને જો તમે આ દેશમાં જઈ રહ્યા હોવ, તો Colomboમાં City of Dreams ખાતે Cinnamon Life અને કેન્ડીમાં Kandy Myst જેવી પ્રોપર્ટીઝમાં સ્ટે કરશો તો તમારી Trip માત્ર ફરવાની નહીં, પણ એક Complete Luxury Experience બની જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.