ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંકની FD છોડો! સરકારની પાંચ યોજનામાં રોકાણથી કરો બમ્પર કમાણી

કામની વાત / બેંકની FD છોડો! સરકારની પાંચ યોજનામાં રોકાણથી કરો બમ્પર કમાણી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:22 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Investment: એફડી ભલે સલામત છે પરંતુ આજના સમયમાં ફક્ત તેના પર નિર્ભર રહેવું સમજદારીભર્યું નથી.

ADVERTISEMENT

Investment: એફડી ભલે સલામત છે પરંતુ આજના સમયમાં ફક્ત તેના પર નિર્ભર રહેવું સમજદારીભર્યું નથી. તમે સમજદારીપૂર્વક આયોજન કરો છો તો FD ઉપરાંત અન્ય રોકાણ વિકલ્પોમાં રોકાણ કરવાથી વધુ નફાની સાથે તમારા નાણાંની સલામતી પણ સુનિશ્ચિત થશે.

ભારતીય રોકાણકારો હંમેશા ફિક્સ્ડ ડિપોઝિટને સૌથી સલામત અને સૌથી વિશ્વસનીય રોકાણ માનતા આવ્યા છે. પરંતુ સમય બદલાઈ ગયો છે. વધતી જતી મોઘવારી અને ઝડપથી બદલાતા બજાર સાથે તમારા પૈસા ફક્ત એફડીમાં રાખવા હવે સમજદારીભર્યું નથી. તમે ઊંચા વ્યાજ દર અને સુરક્ષા ઇચ્છતા હો તો હવે તમારી પાસે ઘણા સારા વિકલ્પો રહેલા છે. એવી 7 સ્કીમ્સ જે તમને એફડી કરતા વધુ વળતર આપી શકે છે.

investment

ટ્રેઝરી બિલ

તમે થોડા મહિના માટે રોકાણ કરવા માંગતા હો તો ટ્રેઝરી બિલ (ટી-બિલ) એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ 91, 182 અને 364 દિવસના સમયગાળા માટે જારી કરવામાં આવે છે. આના પર વ્યાજ મળતુ નથી, પરંતુ ઓછા ભાવે ખરીદી કરી શકાય છે અને પાકતી મુદતે સંપૂર્ણ રકમ મળે છે.

આરબીઆઇ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ

રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા આ બોન્ડ્સ 7 વર્ષની મુદત માટે હોય છે અને હાલમાં 8.05ટકા વ્યાજ મળે છે. ખાસ વાત એ છે કે તેમના વ્યાજ દર દર 6 મહિને અપડેટ કરવામાં આવે છે, એટલે કે બજાર દર વધે છે, તો તમારા વળતરમાં પણ વધારો થશે.

investment-1

કોર્પોરેટ બોન્ડ્સ

કંપનીઓ તેમના બિઝનેસ માટે ફંડ એકત્ર કરવા માટે કોર્પોરેટ બોન્ડ જારી કરે છે. તેઓ 9ટકાથી 11ટકાના વ્યાજ દર આપે છે, જે બેંક ફિક્સ્ડ ડિપોઝિટ કરતા ઘણો વધારે છે. જો કે, તેમાં કેટલાક જોખમો શામેલ છે, અને જો કંપની ડિફોલ્ટ થાય છે, તો તમને નુકસાન થઈ શકે છે.

vtv app promotion

કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટ

કોર્પોરેટ એફડીમાં તમે કંપનીઓને નિશ્ચિત સમયગાળા માટે નાણાં ઉછીના આપો છો અને બદલામાં નિશ્ચિત વ્યાજ મેળવો છો. આ બેંક એફડી કરતા 1.5ટકા અથવા 2ટકા વધુ વળતર આપી શકે છે. ઉદાહરણ તરીકે બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ, અથવા મુથૂટ કેપિટલ જેવી એનબીએફસી 8.5 ટકા કે તેથી વધુ વ્યાજ દર ઓફર કરે છે.

આ પણ વાંચોઃ કોણ-કોણ છે આયુષ્માન કાર્ડના હકદાર? લાભ લેવા માટે અપનાવો આ ટિપ્સ

સરકારી બોન્ડ

સરકારી બોન્ડ્સ કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણપણે સમર્થિત છે, જેનો અર્થ એ છે કે તેમાં કોઈ ક્રેડિટ જોખમ નથી. સામાન્ય રીતે લગભગ 7ટકા આસપાસ વ્યાજ આપે છે. જો કે, વ્યાજ દરોમાં ફેરફાર તેમના ભાવમાં થોડો ઘટાડો લાવી શકે છે, જે તેમને લાંબા ગાળાના રોકાણો માટે આદર્શ બનાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fixed Deposit Investment Utility News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ