બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નોકરી શોધનારા માટે ગુડ ન્યૂઝ, અમદાવાદમાં પડી ₹1.42 લાખ પગારની નોકરીની ભરતી, જાણો ડિટેલ્સ

ભરતી 2025 / નોકરી શોધનારા માટે ગુડ ન્યૂઝ, અમદાવાદમાં પડી ₹1.42 લાખ પગારની નોકરીની ભરતી, જાણો ડિટેલ્સ

Vidhata Gothi

Last Updated: 01:03 PM, 19 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC Job Recruitment 2025: અમદાવાદમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સોનેરી તક આવી ગઈ છે. AMCએ ભરતી બહાર પાડી છે. જાણો આ ભરતીની બધી જ વિગતો.

AMC Job Recruitment 2025: અમદાવાદ મહાનગરપાલિકાએ હેલ્થ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં જુદી-જુદી પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદમાં સારા પગારવાળી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે આ એક સોનેરી તક છે. AMCએ વિવિધ પોસ્ટ પર કુલ 18 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી મંગાવી છે. લાયક ઉમેદવારોએ 3 ડિસેમ્બર પહેલા આ પોસ્ટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ હેલ્થ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ, સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝ, સહાયક સેનેટરી ઈન્સ્પેક્ટરની કુલ 18 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે જુદી-જુદી જગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને અરજી કરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર 2025 છે.

jobs

AMCમાં ભરતીનું નોટિફિકેશન

માહિતી પ્રમાણે, AMCમાં સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટની પોસ્ટ માટે 3 જગ્યા, સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝરની પોસ્ટ માટે 5 જગ્યા અને સહાયક સેનેટરી ઈન્સ્પેક્ટરની પોસ્ટ માટે 10 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

  • AMCમાં સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 45 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારે સેનેટરી ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સાથે જ ઉમેદવારને પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો પંદર વર્ષનો અનુભવ અથવા પબ્લિક હેલ્થ સુપરવાઈઝર તરીકે પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવારને કોન્ઝરવન્સી વિભાગની વહીવટી વિભાગની કામગીરીની જાણકારી હોવી જોઈએ.
  • સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 43 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારે સેનેટરી ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરેલી જોઈએ. આ સિવાય પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો 10 વર્ષનો અનુભવ/સેનેટરી ઈન્સ્પેક્ટરની પોસ્ટ પર પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • સહાયક સેનેટરી ઈન્સ્પેક્ટરની પોસ્ટ પર અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 38 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારે સેનેટરી ઈન્સ્પેક્ટર ડિપ્લોમા પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સાથે જ પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
vtv app promotion

પગાર ધોરણ

સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટની પોસ્ટ પર પસંદગી પામેલા ઉમેદવારનો પગાર માસિક 44,900થી 1,42,400 રૂપિયા હશે. સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝનો પગાર માસિક 39,900થી 1,26,600 રૂપિયા હશે. અને સહાયક સેનેટરી ઈન્સ્પેક્ટરની પોસ્ટ પર પસંદગી પામેલા ઉમેદવારનો પગાર માસિક 29,200 રૂપિયાથી 92,300 રૂપિયા જશે.

આ પણ વાંચો: 8મા પગાર પંચ પહેલાં વધશે મોંઘવારી ભથ્થું, DAથી TA સુધી, જાણો શું મળશે ફાયદો

અરજી પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌથી પહેલા અમદાવાદ મહાનગરપાલિકાની આધિકારિક વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ પર જવું.
  • અહીં Public Informationના સેક્શનમાં જઈને Recruitment & Results પર ક્લિક કરો.
  • આ પછી જે-તે પોસ્ટ પર Apply પર ક્લિક કરો.
  • પછી જે ફોર્મ ખૂલસે તેમાં બધી જ માંગેલી વિગતો ભરો ને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • આ પછી ફાઈનલ સબમિટ કરીને પ્રિન્ટ કાઢી લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jobs in Health and Solid Waste Management AMC Job Recruitment 2025 Ahmedabad Jobs
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ