ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8મા પગાર પંચ પહેલાં વધશે મોંઘવારી ભથ્થું, DAથી TA સુધી, જાણો શું મળશે ફાયદો

તમારા કામનું / 8મા પગાર પંચ પહેલાં વધશે મોંઘવારી ભથ્થું, DAથી TA સુધી, જાણો શું મળશે ફાયદો

Published By: Nidhi Panchal

Last Updated: 12:27 PM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2025ના અંતે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે મોટો ફેરફાર થવાનો છે, કારણ કે પગાર અને ભથ્થાં બંનેમાં મોટા વધારા જોવા મળી શકે છે. પરંતુ મોટો સવાલ એ છે કે 8મું પગાર પંચ લાગુ થાય તેના પહેલાં શું DA, HRA અને TAમાં સતત વધારો મળતો રહેશે?

ADVERTISEMENT

કેન્દ્ર સરકારે 2025 માટેનો છેલ્લો મોંઘવારી ભથ્થાનો વધારો જાહેર કરી દીધો છે, જેના કારણે DA હવે 58% થઈ ગયો છે અને આ વધારો 1 જુલાઈ, 2025થી લાગુ થશે. આ સાથે જ સરકારે 8મા પગાર પંચની શરતોને અંતિમ સ્વરૂપ આપી કમિશનને 18 મહિનાની અંદર રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે. એટલે કે, જો 8મું પગાર પંચ પછીથી લાગુ થાય તો પણ, કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2026થી એરિયર્સ મળશે. હવે સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે 31 ડિસેમ્બર, 2025 પછી DA, HRA અને TA જેવા ભથ્થાં વધશે કે નહીં.

money-simple

નિષ્ણાતોના મતે 8મું પગાર પંચ સંપૂર્ણ રીતે લાગુ ન થાય ત્યાં સુધી 7મા પગાર પંચના આધારે દર છ મહિને DAમાં વધારો મળતો રહેશે. હાલમાં DA 58% છે અને આગામી 18 મહિનામાં તેમાં ત્રણ વખત વધારો થવાની સંભાવના છે, જેના કારણે DA આશરે 67% સુધી પહોંચી શકે છે. આ વધારા પછી, 8મું પગાર પંચ લાગુ થતાં જ આ DA બેઝિક પગાર સાથે મર્જ કરવામાં આવશે.

pagar panch

નવા બેઝિક પગારની ગણતરી

ફિટમેન્ટ ફેક્ટર પર DA વધારાનો મોટો પ્રભાવ પડી શકે છે, કારણ કે ફિટમેન્ટ ફેક્ટર એ ગુણક છે જેના આધારે નવા બેઝિક પગારની ગણતરી થાય છે. દર વર્ષે બેઝિક પગારમાં લગભગ 3.5% નો વધારો થતો હોય છે અને બે વર્ષના ઇન્ક્રીમેન્ટ સાથે 18 મહિનાના ત્રણ DA વધારાઓ જોડીએ તો કુલ બેઝિક પગારમાં લગભગ 20% સુધીનો વધારો થઈ શકે છે. આથી ફિટમેન્ટ ફેક્ટર હાલના 1.58માંથી વધી 1.78 સુધી પહોંચી શકે છે. જો પરિવારના કદનો ફેકટર 3માંથી 3.5 કરવામાં આવે અને મોંઘવારીનો 15% પરિબળ ઉમેરવામાં આવે તો ફિટમેન્ટ ફેક્ટર 2.13 સુધી જઈ શકે છે, જે કર્મચારીઓના મૂળભૂત પગારમાં બમણા જેટલો વધારો લાવી શકે છે.

vtv app promotion

નાના અથવા પ્રાદેશિક ભથ્થાંમાં ઘટાડો

DA સાથે સાથે અન્ય ભથ્થાં પણ વધવાની પૂરી શક્યતા છે. ઘર ભાડું ભથ્થું (HRA) સીધું DA અને બેઝિક સાથે જોડાયેલું હોવાથી તેમાં વધારો ચોક્કસ છે. શહેરની શ્રેણી અનુસાર HRAના દરોમાં સુધારો થઈ શકે છે. ટ્રાવેલિંગ એલાઉન્સ (TA)માં પણ વધારો થઈ શકે છે, જોકે 8મા પગાર પંચમાં કેટલાક નાના અથવા પ્રાદેશિક ભથ્થાંમાં ઘટાડો થવાની સંભાવના છે. બાળકોના શિક્ષણ ભથ્થું (CEA) પણ DA 50% પર પહોંચતાં જ વધારી શકાય છે, જેના કારણે બાળકોના શિક્ષણ અને છાત્રાલયના ભથ્થાંમાં વધારો થશે. પેન્શનરો માટેનું ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ (FMA), ડ્રેસ એલાઉન્સ અને જોખમ ભથ્થાં પણ ફરીથી સમીક્ષા હેઠળ આવી શકે છે અને તેમાં વધારો થવાની સંભાવના છે.

આ પણ વાંચો : 69 હજારમાં બેસ્ટ ફેમિલી સ્કૂટર, શોપિંગ પર જવું હોય કે સિટી રાઈડ પર, મજા આવશે ચલાવાની!

આ ઉપરાંત, MACP યોજના પણ યથાવત ચાલુ રહેશે, જેના દ્વારા કર્મચારીઓને 10, 20 અને 30 વર્ષની સેવા પૂર્ણ થતાં નાણાકીય અપગ્રેડ મળે છે. આમાં પદ અથવા વરિષ્ઠતામાં ફેરફાર થતો નથી, પરંતુ નાણાકીય લાભ મળે છે. 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી કર્મચારીઓને દર વર્ષે મળતો વાર્ષિક પગાર વધારો 7મા પગાર પંચના પગાર મેટ્રિક્સ પ્રમાણે જ મળતો રહેશે. આમ, આવનારા સમયમાં DA, HRA અને TA સહિતના ઘણા ભથ્થાં વધવાની પૂરી શક્યતા છે અને 8મા પગાર પંચ લાગુ થતાં પગારમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

HRA increase 8th Pay Commission DA hike

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ