ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 69 હજારમાં બેસ્ટ ફેમિલી સ્કૂટર, શોપિંગ પર જવું હોય કે સિટી રાઈડ પર, મજા આવશે ચલાવાની!

તમારા કામનું / 69 હજારમાં બેસ્ટ ફેમિલી સ્કૂટર, શોપિંગ પર જવું હોય કે સિટી રાઈડ પર, મજા આવશે ચલાવાની!

Published By: Jinal Chauhan

Last Updated: 10:42 AM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ સ્કૂટર દરેક પરિવાર માટે અતિ ઉપયોગી વાહન બની ગયું છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો રોજિંદા કામકાજ, શોપિંગ, ઓફિસ જવા કે બાળકોને સ્કૂલ મુકવા માટે સ્કૂટર પર સૌથી વધુ નિર્ભર રહે છે. સુઝુકી સહિતના અનેક બ્રાન્ડ હવે બજેટમાં વધુ માઈલેજ વાળા સ્કુટર લોન્ચ કર્યા છે.

ADVERTISEMENT

આજના સમયમાં સ્કૂટર માત્ર એક વાહન નહીં પરંતુ પરિવારની જરૂરિયાત બની ગયું છે. તમારા માટે અમે ટોચના 5 શ્રેષ્ઠ ફેમિલી સ્કૂટરોની યાદી તૈયાર કરી છે, જે બજેટ-ફ્રેન્ડલી હોવા સાથે આરામદાયક અને વિશ્વાસપાત્ર પણ છે.

હોન્ડા એક્ટિવા

રૂપિયા 74,619થી શરૂ થતું હોન્ડા એક્ટિવા હવે 110cc અને 125ccનાં બંને પાવરફુલ એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેમાં ડિસ્ક બ્રેક્સ, TFT મીટર, સ્માર્ટ કી અને બ્લૂટૂથ જેવી આધુનિક સુવિધાઓ મળે છે. સાથે જ USB ચાર્જિંગની સુવિધા તેને પરિવાર અને દૈનિક ઉપયોગ માટે વધુ સુવિધાજનક બનાવે છે.

sus (66)

ટીવીએસ જ્યુપિટર

રૂપિયા72,400માં મળતું ટીવીએસ જ્યુપિટર દેશનું બીજા નંબરનું સૌથી વધુ વેચાતું સ્કૂટર છે. તે 110cc અને 125ccનાં બે એન્જિન ઓપ્શન સાથે સારો પાવર અને માઈલેજ આપે છે. 33-લિટર અંડર-સીટ સ્ટોરેજ અને વિવિધ સ્માર્ટ ફીચર્સ તેને ફેમિલી સ્કૂટર માટે બેસ્ટ ચોઈસ બનાવે છે.

ટીવીએસ જ્યુપિટર

સુઝુકી એક્સેસ

રૂપિયા 77,684માં મળતું સુઝુકી એક્સેસ પાવરફુલ 124cc એન્જિન સાથે સ્મૂથ અને બેલેન્સ્ડ રાઈડ આપે છે. તેમાં રંગીન TFT કન્સોલ, LED લાઇટ્સ અને ડિસ્ક બ્રેક્સ જેવી આધુનિક સુવિધાઓ મળે છે. USB ચાર્જિંગ અને બાહ્ય ફ્યુઅલ ઢાંકણ તેને દૈનિક ઉપયોગ માટે વધુ સુવિધાજનક બનાવે છે.

સુઝુકી એક્સેસ

હીરો પ્લેઝર પ્લસ

69,766 રૂપિયામાં મળતું આ સ્કૂટર દરરોજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવાયું છે. તે 110.9ccના વિશ્વસનીય એન્જિન સાથે સારો માઈલેજ અને સ્મૂથ રાઈડ આપે છે. એનાલોગ કન્સોલ અને હેલોજન હેડલાઇટ જેવી મૂળભૂત પરંતુ ઉપયોગી સુવિધાઓ તેને એક પ્રેક્ટિકલ પસંદગી બનાવે છે.

સુઝુકી એક્સેસ (1)vtv app promotion

આ પણ વાંચોઃ WhatsApp પર આ રીતે લિક થઈ જાય છે પ્રાઈવેટ ચેટ, તાત્કાલિક બંધ કરી દેજો આ બટન

રૂપિયા 69,430માં મળતું હીરો ડેસ્ટિની સિરીઝનું સૌથી બજેટવાળું મોડેલ 124ccના વિશ્વસનીય એન્જિન સાથે આવે છે. તેમાં LED લાઇટ્સ, સેમી-ડિજિટલ કન્સોલ અને એનાલોગ સ્પીડોમીટર જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે.રોજના ઉપયોગ માટે સરળ, પ્રેક્ટિકલ અને બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ તરીકે આ સ્કૂટર બેસ્ટ ચોઈસ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Best Family Scooters Budget Scooters Scooters Under 69000

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ