ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsApp પર આ રીતે લિક થઈ જાય છે પ્રાઈવેટ ચેટ, તાત્કાલિક બંધ કરી દેજો આ બટન
Last Updated: 08:49 AM, 18 November 2025
ADVERTISEMENT
વોટ્સએપને વિશ્વની સૌથી સુરક્ષિત મેસેજિંગ એપ માનવામાં આવે છે કારણ કે તેમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન છે. તેમ છતા ઘણી વાર યુઝર્સની ચેટ લીક થઈ જાય છે જેના કારણે લોકોને લાગે છે કે વોટ્સએપમાં જ કંઈક ઈસ્યુ છે. જો કે આ વાત સાવ ખોટી છે. ઘણીવાર યુઝર્સ દ્વારા કરવામાં આવેલી નાનકડી ભૂલ તેમની ચેટ લીક કરી દે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મોટાભાગના લોકો વોટ્સએપમાં તેમની ચેટનો બેકઅપ ગુગુલ ડ્રાઈવ કે આઈક્લાઉડમાં ઓન કરી દે છે જેથી ફોન બદલે તો મેસેજ જતા ન રહે. પણ આ જોખમી છે. એન્ડ ટુ એન્ડ એન્સ્ક્રિપ્શન માત્ર એવી ચેટ માટે કામ કરે છે જે તમારા ફોન અને રિસીવરના ફોન સુધી જ સીમિત છે. પણ બેકઅપ ક્લાઉડમાં જાય તો એ એન્સ્ક્રિપ્શનથી સેફ નથી હોતું. જેનો અર્થ એવો છે કે જો કોઈ તમારા ક્લાઉડ એકાઉન્ટ સુધી પહોંચી જાય તો તે તમારા વોટ્સએપના બેકઅપને જોઈ શકે છે. ઘણી ચેટ લીકની ઘટનામાં આ જ કારણ સામે આવ્યું છે.
ઘણા લોકો ગુગુલ કે એપ્પલ એકાઉન્ટ માટે એકદમ સરળ પાસવર્ડ રાખે છે અથવા તો દરેક જગ્યાએ સરખો પાસવર્ડ રાખે છે. જેનાથી હેકિંગનું જોખમ વધી જાય છે. જો કોઈને તમારા ક્લાઉડનું એક્સસ મળી જાય તો બધી ચેટ તે જોઈ શકશે.
ADVERTISEMENT
ઘણી વાર ચેટ સીધી વોટ્સએપથી લીક નથી થતી પણ ફોન કે ગેલેરી અથવા સ્ક્રીનશોર્ટથી બહાર જાય છે. ઓટો મીડિયા ડાઉનલોડ ઓન હોય તો તમારા અંગત ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સને ઘણી એપ્લિકેશન પરથી એક્સેસ કરી શકાય છે. કોઈ પણ ખોટી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવાથી ડેટા બહાર જઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
આ પણ વાંચોઃ જો ફોનમાંથી ભૂલથી ફોટો ડિલીટ થઈ જાય, તો આ રીતે મિનિટોમાં જ રિકવર કરો
સંકળાયેલા મુદ્દાઓ