ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / વિશ્વ / અમદાવાદના સમાચાર / US Elections 2020 Joe Biden and Donald Trump who won

અમેરિકા ચૂંટણી / US Elections 2020: જાણો કોના જીતવાથી ગુજરાતીઓને છે ફાયદો

Published By: Gayatri

Last Updated: 11:36 AM, 5 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ અમેરિકાની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે અને બાઈડન કે ટ્રમ્પ બેમાંથી એક જીતશે ત્યારે ગુજરાતીઓને કોની જીતથી કેટલો ફાયદો થશે આવો જાણીએ

ADVERTISEMENT

  • ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ઇમિગ્રેશનવિરોધી વલણ માટે જાણીતા
  • બાઇડન જીતશે તો 5 લાખ ભારતીયો માટે સિટિઝનશિપનો માર્ગ મોકળો
  • ટ્રમ્પ અને બાઇડેનનું ભવિષ્ય 8 રાજ્યો પર ટક્યું 

બાઇડન જીતશે તો 5 લાખ ભારતીયો માટે સિટિઝનશિપનો માર્ગ મોકળો

બાઇડન અગાઉ વારંવાર કહી ચૂક્યા છે કે ઇમિગ્રન્ટ્સને કારણે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વૈવિધ્યતા આવે છે, સાથે જ બાઈડન વિઝા, ઇમિગ્રેશનને લઈને મોટા સુધારાઓ લાગુ કરવાનું વચન આપી ચૂક્યા છે. એવા ઘણા ગુજરાતી પરિવારો છે જેમના માથે નિષ્કાસનનું સંકટ તોળાયેલું છે ત્યારે બાઇડન એવી જાહેરાત કરી ચૂક્યા છે કે પરિવારો અતૂટ રહે એનો પ્રયાસ કરશે. નિષ્ણાતોના મતે બાઇડન જીતશે તો 5 લાખ ભારતીયો માટે સિટિઝનશિપનો માર્ગ મોકળો બનશે.

 ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ઇમિગ્રેશનવિરોધી વલણ માટે જાણીતા

વિઝા, ઇમિગ્રેશનના કાયદા વધારે કડક બનશે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ઇમિગ્રેશનવિરોધી વલણ માટે જાણીતા રહ્યા છે. બોર્ડર પેટ્રોલિંગ, સ્કિલ્ડ વર્કર્સના અમેરિકા પ્રવેશ, ભારતીય પરિવારોના માઇગ્રેશન અને નિષ્કાસનને લઈને ટ્રમ્પની નીતિ આક્રમક રહી છે. ટ્રમ્પ ‘બાય અમેરિકન અને હાયર અમેરિકન’ની હાકલ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, એચવન-બી વિઝાના નિયમોને પણ વધુ કડક કર્યા તથા તેના માટેની ફીમાં તોતિંગ વધારો કર્યો હતો.

ટ્રમ્પ અને બાઇડેનનું ભવિષ્ય 8 રાજ્યો પર ટક્યું 

અત્યાર સુધીમાં બાઇડેનને 264 અને ટ્રમ્પને 214 વોટ મળ્યા છે. અમેરિકામાં કુલ 50 રાજ્ય છે. તેમાંથી 22 રાજ્યોમાં ટ્રમ્પે જીત મેળવી છે અને 20 રાજ્યોમાં બાઇડેનની જીત થઈ છે. જ્યારે આઠ રાજ્યોના પરિણામ હજુ જાહેર થયા નથી. જે રાજ્યોના પરિણામ જાહેર થયા નથી ત્યાં કુલ ઇલેક્ટોરલ વોટ્સની સંખ્યા 77 છે. ટ્રમ્પ અને બાઇડેનનું ભવિષ્ય આ રાજ્યો પર ટક્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump joe biden us elections 2020 અમેરિકા ચૂંટણી US Elections 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ