બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / ઇન્ટરનેટ વગર પણ થઇ શકશે UPI પેમેન્ટ! આ ફીચર વિષે જાણી લેશો તો નહીં અટકે પૈસા

ટેક / ઇન્ટરનેટ વગર પણ થઇ શકશે UPI પેમેન્ટ! આ ફીચર વિષે જાણી લેશો તો નહીં અટકે પૈસા

Nirav Kumar

Last Updated: 12:38 AM, 23 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા બધામાં એક કોમન સમજ છે કે, UPI પેમેન્ટ કરવા માટે ઇન્ટરનેટ જરૂરી છે. પરંતુ જો અમે તમને એમ કહીએ કે, તમે ઇન્ટરનેટ વગર UPIથી પેમેન્ટ કરી શકો છો તો? આવું શક્ય છે.

આજના દોરમાં ઓનલાઈન પેમેન્ટ આપણા જીવનનો બની ગયું છે પરંતુ જ્યારે નેટવર્ક બંધ હોય ત્યારે આ સુવિધા યુઝ કરી શકાતી નથી. આ સ્થિતિમાં એક UPI ફીચર છે જે ઇન્ટરનેટ વગર પણ પેમેન્ટ કરવાની પરમિશન આપે છે. આ ફીચર ખાસ કરીનેબ્લામજોર નેટવર્ક નેટવર્કવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે ફાયદાકારક છે કે પછી જેમને ઘણીવાર કનેક્ટિવિટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

  • જ્યારે ઇન્ટરનેટ ન હોય ત્યારે આ ફીચર આવે છે કામમાં

ડિજિટલ પેમેન્ટ એટલી ઝડપથી વધી રહ્યું છે કે અમુક લોકો પોતાની પાસે હવે કેસ પણ રાખતા નથી. શાકભાજી ખરીદવાથી લઈને ચા માટે પેમેન્ટ કરવા એ મિત્રો સાથે બિલ શેર કરવા સુધી QR કોડ સ્કેન કરવાનું દરેક જગ્યાએ સામાન્ય બની ગયું છે. પરંતુ ઇન્ટરનેટ બંધ થતાંની સાથે જ આખી પ્રોસેસ અટકી જાય છે. પરંતું UPI નું એક ફીચર તમને ઇન્ટરનેટ વગર પણ કામમાં આવે છે. તે ખાસ કરીને એવી પરિસ્થિતિઓ માટે રચાયેલ છે જ્યાં ડેટા કે Wi-Fi કનેક્શન ન હોય.

vtv app promotion
  • આ ફીચર કેવી રીતે કરે છે કામ?

આ ફીચર વિશે સૌથી મહત્વની બાબત એ છે કે તે ઇન્ટરનેટ પર નહીં પરંતુ USSD ટેકનોલોજી પર કામ કરે છે. મતલબ કે જો તમારા ફોનમાં નેટવર્ક સિગ્નલ છે કૉલ થઈ શકે છે તો પેમેન્ટ પણ થઈ શકે છે. જેમાં યૂઝર્સ માત્ર તેમના ફોનમાંથી *99# ડાયલ કરવાની જરૂર રહેશે. ત્યાર બાદ સ્ક્રીન પર એક મેનૂ ખુલશે જે તમને વિવિધ ઓપ્શન બતાવશે. આ પદ્ધતિ થોડી જૂની છે પરંતુ તે વિશ્વસનીય છે.

  • ઇન્ટરનેટ વગર પેમેન્ટ કેવી રીતે કરવું?
  1. જો તમારી પાસે ઇન્ટરનેટ ઍકસેસ નથી તો તમારે તમારા ફોન પર *99# ડાયલ કરવું.
  2. *99# ડાયલ કર્યા બાદ યુઝર્સે પૈસા મોકલવાનો ઓપ્શન પસંદ કરવો પડશે.
  3. મોબાઇલ નંબર, UPI ID કે બેંક ડીટેલ ઉપયોગ કરીને પૈસા મોકલી શકાય છે.
  4. મોબાઇલ નંબર દાખલ કરતાની સાથે જ પ્રાપ્તકર્તાનું નામ સ્ક્રીન પર દેખાય છે, જેનાથી ભૂલ થવાની શક્યતા ઓછી હોય છે.
  5. ત્યાર બાદ  રકમ અને UPI પિન દાખલ કરો, અને પેમેન્ટ તરત જ પૂરી થશે.

વધુ વાંચો : 1 એપ્રિલથી બદલાશે PANનો નિયમ! માત્ર આધારથી નહીં થાય આ કામ, જાણો નવી પ્રોસેસ

  •  ઉપયોગ પહેલા આ બાબત રાખો ધ્યાનમાં

આ સુવિધા ઉપયોગી છે એવામાં તેની કેટલીક પૂર્વજરૂરીયાતો પણ છે. જેમાં તમારો મોબાઇલ નંબર તમારા બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ. અમુક કિસ્સાઓમાં, આધાર લિંકિંગ પણ જરૂરી હોઈ શકે છે. જો આ આવશ્યકતાઓ પૂરી ન થાય તો આ સર્વિસ કામ કરશે નહીં. આથી તમારી બેંક ડીટેલ પહેલા અપડેટ રાખવી વધુ સારું છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPI Payments Without Internet UPI Feature
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ