બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 એપ્રિલથી બદલાશે PANનો નિયમ! માત્ર આધારથી નહીં થાય આ કામ, જાણો નવી પ્રોસેસ
Last Updated: 07:08 PM, 22 March 2026
જો તમે નવું PAN કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. જેમાં 1 એપ્રિલ 2026 થી PAN અરજીઓ માટેના નિયમો બદલાઈ રહ્યા છે. જે આ પ્રોસેસને વધુ કડક અને પારદર્શક બનાવશે. અત્યાર સુધી લોકો માત્ર તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને PAN માટે અરજી કરી શકતા હતા પરંતુ નવા નિયમો અમલમાં આવ્યા બાદ આ શક્ય બનશે નહીં.
ADVERTISEMENT
નવા નિયમો મુજબ તમારે જન્મ તારીખનો વધારાનો પુરાવો આપવાની જરૂર પડશે. જેમાં જન્મ પ્રમાણપત્ર, મતદાર ID, 10મા ધોરણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા ડોક્યુમેન્ટ સામેલ હોઈ શકે છે. જો તમે વધારાના ડોક્યુમેન્ટ વગર PAN મેળવવા માંગતા હોવ તો 31 માર્ચ 2026 પહેલાં અરજી કરવી જોઈએ.

ADVERTISEMENT
માત્ર અરજી કરવાની પ્રોસેસ જ નહીં પરંતુ PAN ઉપયોગને કંટ્રોલ કરતા નિયમો પણ બદલાઈ રહ્યા છે. જેમાં અનેક નાણાકીય વ્યવહારો માટે PAN જરૂરીયાત માટેની મર્યાદા વધારવામાં આવી છે. ઉદાહરણ તરીકે એક વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ રોકડ જમા કરાવવા કે ઉપાડવા માટે PAN જરૂરી રહેશે. મિલકત ખરીદી માટે PAN મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. તો 5 લાખ રૂપિયાથી વધુ કિંમતની કાર ખરીદવા માટે PAN જરૂરી રહેશે. 1 લાખ રૂપિયાથી વધુ કિંમતના હોટલ ખર્ચ માટે PAN જરૂરી રહેશે. આ ફેરફારો નાના ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવા અને મોટા ટ્રાન્ઝેક્શન માટે વધુ દેખરેખ પૂરી પાડવા માટે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સિવાય નવા PAN ફોર્મ લાગુ કરવામાં આવશે. જેમાં વધુ માહિતીની જરૂર પડી શકે છે. ટેક્સ સિસ્ટમને વધુ મજબૂત અને ડિજિટલ બનાવવા માટે આવકવેરા નિયમો 2026 હેઠળ આ ફેરફારો લાગુ કરવામાં આવી રહ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો, સરકાર નાના ખર્ચાઓ માટે રાહત અને મોટા ટ્રાન્ઝેક્શન પર સખ્તતા આપીને બેલેન્સ સાધવાનો પ્રયાસ કરી રહી છે. નવા PAN નિયમો તમારા દૈનિક નાણાકીય કાર્યોમાં થોડો ફેરફાર કરી શકે છે. આથી જો તમે સમયસર જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખો અને નવા નિયમોને સમજ્યા બાદ જ આગળનું આયોજન કરો તો તે વધુ સારું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.