બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:13 AM, 22 March 2026
પાંચ વર્ષ બાદ આરબી ડેનિમ્સ લિમિટેડ ફરીથી સ્ટોક સ્પ્લિટમાંથી પસાર થવાની તૈયારીમાં છે. જેમાં આ કંપનીના શેર બે ભાગમાં વહેંચવામાં આવશે. આ કંપનીએ આ સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે, જે આવતા મહિનાની શરૂઆતમાં છે. છેલ્લા 10 વર્ષમાં RB Denims લિમિટેડના શેરના ભાવમાં 4547.22 ટકાનો વધારો થયો છે. તેનો સ્ટોક 100 રૂપિયાથી ઓછા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સ્ટોક એક્સચેન્જમાં ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું છે કે, 2 રૂપિયાની ફેસ વેલ્યુવાળા શેરને બે ભાગમાં વિભાજિત કરવામાં આવશે. આ સ્ટોક સ્પ્લિટ બાદ કંપનીના શેરનું ફેસ વેલ્યુ 2 થી ઘટીને 1 રૂપિયા થશે. જેમાં કંપનીએ 2 એપ્રિલ 2026 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. અગાઉ આ કંપનીએ 2021 માં સ્ટોક સ્પ્લિટ કર્યું હતું. તે સમયે કંપનીના શેરને 5 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. ત્યાર બાદ કંપનીના શેરનું ફેસ વેલ્યુ 10 થી ઘટીને 2 રૂપિયા પ્રતિ શેર થયું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
શુક્રવારે માર્કેટ બંધ થતાં RB Denims લિમિટેડના શેર 83.65 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા જે 5 ટકા ઘટીને થયું હતું. કંપનીના શેર લો સર્કિટમાં હતા. છેલ્લા ત્રણ મહિનામાં કંપનીના શેરના ભાવ 28 ટકા ઘટ્યા છે. આ દરમિયાન એક વર્ષમાં શેરમાં માત્ર 0.08 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન સેન્સેક્સ ઇન્ડેક્સમાં 2.38 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીનો 52-સપ્તાહનો હાઈ લેવલ 209.30 રૂપિયા છે જ્યારે તેનો 52-સપ્તાહનો લો રેટ 78 રૂપિયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આરબી ડેનિમ્સ લિમિટેડના શેરના ભાવ બે વર્ષમાં 52 ટકા વધ્યા છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં શેરમાં 385 ટકાનો વધારો થયો છે. તો પાંચ વર્ષમાં કંપનીના શેરના ભાવ 973 ટકા વધ્યા છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.