બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 450 રુપિયામાં હવે ડાયાબિટીસ અને મેદસ્વિતાનું ઈન્જેક્શન મળશે, આ કંપનીએ કર્યું લોન્ચ

હેલ્થ / 450 રુપિયામાં હવે ડાયાબિટીસ અને મેદસ્વિતાનું ઈન્જેક્શન મળશે, આ કંપનીએ કર્યું લોન્ચ

Nirav Kumar

Last Updated: 07:13 PM, 21 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેર માર્કેટમાં લિસ્ટેડ એક કંપનીએ વજન ઘટાડવાની અને ડાયાબિટીસના ઇન્જેક્શન લોન્ચ કર્યા છે. જેની કિંમત હાલની દવાઓ કરતાં 50થી 90 ટકા ઓછી હશે.

મેદસ્વીતા અને ડાયાબિટીસ આજકાલ સામાન્ય બીમારી બની ગઈ છે. આ સ્થિતિઓની સારવાર ખૂબ જ ખર્ચાળ હોય છે. પરંતુ ભવિષ્યમાં સસ્તી સારવાર પણ ઉપલબ્ધ થશે. જેમાં અલ્કેમ લેબોરેટરીઝે સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન લોન્ચ કર્યા છે જે માત્ર 450 રૂપિયા પ્રતિ સપ્તાહથી શરૂ થાય છે. આ સાથે અલ્કેમ લેબોરેટરીઝ ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે બજારમાં પ્રવેશી છે

  • કઈ બ્રાન્ડથી મળશે દવા?

આ દવાઓ 'Obesema' અને 'Hepaglide' બ્રાન્ડ નામો હેઠળ વેચવામાં આવશે. કંપનીએ પ્રી-ફિલ્ડ ડિસ્પોઝેબલ ઇન્ડક્શન પેન રજૂ કરી છે. આ દવાના એક મહિનાના પુરવઠાની કિંમત 1800 કે 450 રૂપિયા પ્રતિ સપ્તાહ હશે, જે હાલની દવાઓ કરતા 50 થી 90 ટકા ઓછી કિંમત છે. સેમાગ્લુટાઇડ ઇન્જેક્શનનો ઉપયોગ માત્ર ડૉક્ટરની સલાહ પર જ કરવો જોઈએ.

vtv app promotion
  • દર વખતે કીટ ખરીદવાની નથી જરૂર

અલકેમ લેબોરેટરીઝે જણાવ્યું હતું કે, વધુ જાળવણી ડોઝ માટે ફરીથી વાપરી શકાય તેવી ઇન્ડક્શન પેન પૂરી પાડવામાં આવશે. તેનાથી દર્દીઓને દર વખતે નવું ડીવાઈસ ખરીદવાને બદલે માત્ર દવાના કાર્ટીઝ બદલવાની જરૂર પડશે. તેનાથી દર્દીનો ખર્ચ ઘટશે. આ કંપનીએ ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ સમીક્ષા પૂરી કરી દીધી છે. જેના પગલે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારતમાં સેમાગ્લુટાઈડનું ઉત્પાદન અને વેચાણ કરવાની મંજૂરી આપી છે.

કંપનીના સીઈઓએ શું કહ્યું? આ ઈન્જેક્શનના લોન્ચિંગ સમયે કંપનીના સીઈઓ વિકાસ ગુપ્તાએ જણાવ્યું હતું કે, તેઓ દવાને વાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરશે જેથી વધુ દર્દીઓ તેનો લાભ મેળવી શકે. કંપની સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે શુક્રવારે આલ્કેમ લેબોરેટરીઝના શેર BSE પર 0.32 ટકા વધીને 5257.75 રૂપિયા પર બંધ થયા હતા. એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 7.24 ટકાનો વધારો થયો છે.

વધુ વાંચો: ઈરાન વોર વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં પણ વધારો,કિમતોમાં 22 રૂપિયાનો ઉછાળો

  • આ કંપનીઓએ પણ માર્કેટમાં કર્યો પ્રવેશ

દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ અને ગ્લેનમાર્કે શનિવારે ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા સેમાગ્લુટાઈડ ઈન્જેક્શનના જેનરિક વર્ઝન લોન્ચ કરવાની જાહેરાત કરી. હે. ઓઝેમ્પિક અને વેગોવી જેવી દવાઓના મૂળ ઘટક માટે પેટન્ટ ભારતમાં સમાપ્ત થયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સન ફાર્મા તેના સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન નોવેલટ્રીટ અને સેમાટ્રિનિટી બ્રાન્ડ્સ હેઠળ તમામ ડોઝમાં ઓફર કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, નોવેલટ્રીટની સાપ્તાહિક કિંમત આશરે 900 થી 2000 રૂપિયા સુધીની છે, અને સેમાટ્રિનિટીની કિંમત 750 થી 1300 રૂપિયા સુધીની છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weight Lose Alkem Laboratories Injection
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ