બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ઈરાન વોર વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં પણ વધારો,કિમતોમાં 22 રૂપિયાનો ઉછાળો

બિઝનેસ / ઈરાન વોર વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં પણ વધારો,કિમતોમાં 22 રૂપિયાનો ઉછાળો

Nirav Kumar

Last Updated: 10:23 PM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાન વોરના કારણે ક્રૂડ ઓઈલના સપ્લાય પર મોટું સંકટ આવ્યું છે. જેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. એવામાં અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે.

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગયું છે. જેનો અત્યારે કોઈ અંત આવવાના સંકેત દેખાતા નથી. ઈરાન યુદ્ધની અનેક ભયાનક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. સંઘર્ષ વચ્ચે મિડલ ઇસ્ટ દેશોમાં ફ્યુઅલ પ્લાન્ટ પર થયેલા હુમલાઓએ હવે વૈશ્વિક ઉર્જા સંકટનો ભય ઉભો કર્યો છે. ઈરાન યુદ્ધની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. LPG કટોકટી વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે.

  • ઇન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં વધારો

પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાથી વધુનો વધારો કર્યા બાદ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ હવે ઇન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ લિટર 22 રૂપિયાના આ જંગી ભાવ વધારાથી દેશના ઔદ્યોગિક ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે. લેટેસ્ટ અપડેટ્સ અનુસાર ઔદ્યોગિક ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. જે 87.67 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 109.59 રૂપિયા પ્રતિ લિટર થયા છે. ભાવ વધારાથી ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો પર સૌથી વધુ અસર પડશે જે મોટા પ્રમાણમાં ડીઝલનો ઉપયોગ કરે છે.

vtv app promotion
  • ગ્રાહકો પર વધશે બોજ

એક્સપર્ટ અનુસાર, ઇન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં વધારો રોજિંદા ચીજવસ્તુઓ પર પણ અસર કરશે. જો ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત નહીં થાય તો ભારતમાં મોંઘવારી સામાન્ય માણસ માટે ઘાતક બની શકે છે જેનો બોજ સીધો ગ્રાહકો પર પડશે.

વધુ વાંચો : રૂપિયો ગગડ્યો, મોંઘવારી વધશે, એક જ વર્ષમાં ડોલર સામે 10 રૂપિયાનો કડાકો

આ વધારો એવા સમયે થયો છે જ્યારે ગ્લોબલ લેવલ ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ઉર્જા ખર્ચનો આ નવો બોજ ઇન્ડસ્ટ્રીના નફાના માર્જિનને વધુ કડક બનાવશે. કંપનીઓ કાં તો ભાવ વધારશે કે કાર્યક્ષમતા પર ફોકસ કરશે પરંતુ લાંબા ગાળે ફુગાવો વધશે. આથી એક્સપર્ટ દ્વારા સરકારના આ પગલાથી અર્થતંત્ર પર નજર રાખવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran War Price Hike Industrial Diesel
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ