પીએમ મોદી મંગળવારે વારાણસીના બીજેપીના કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની વચ્ચે પીએમ મોદી મંગળવારે વારાણસીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. ખાસ વાત એ છે કે ભારતીય ચૂંટણી આયોગે કોરોના સંક્રમણના વધતા મામલાની વચ્ચે રેલી, રોડ શો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે પાર્ટી કાર્યકર્તાઓની સાથે પીએમનો આ કાર્યક્રમ વર્ચ્યૂઅલી આયોજિત થશે.
પાર્ટીના સત્તાવાર ટ્વીટર હેન્ડલ અનુસાર કાર્યક્રમની શરુઆત 18 જાન્યુઆરીની સવારે 11 વાગે થશે. ચૂંટણી આયોગ તરફથી લાગેલા પ્રતિબંધ બાદ કાર્યકર્તાઓ સાથે પીએમ મોદીનો આ પહેલો સંવાદ હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચર્ચા દરમિયાન પીએમ મોદી કાર્યકર્તાઓ પાસેથી પાર્ટી તરફથી લાગૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓની જાણકારી લોકો સુધી આપવાના નિર્દેશ આપી શકે છે.
યુપીમાં શું છે રાજકારણની સ્થિતિ
રાજ્યમાં ભાજપ સતત બીજો કાર્યકાળ પોતાની સત્તામાં રાખવા માટે હવાતીયા મારી રહ્યું છે. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ જેવા અન્ય દળ પણ સત્તા મેળવવાના પ્રયાસમાં છે. સપાએ રાજ્યમાં જયંત ચૌધરીની આગેવાનીવાળા રાષ્ટ્રીય લોક દળની સાથે ચૂંટમી લડવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કોંગ્રેસ અને બસપાએ એકલા ચૂંટણી મેદાનમાં ઉતરશે.
અમિત શાહ જેવા ભાજપાના મોટા નેતા સતત યુપીના પ્રવાસ પર રહ્યા છે
ગત કેટલાક સમયથી પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવા ભાજપાના મોટા નેતા સતત યુપીના પ્રવાસ પર રહ્યા છે. બન્ને નેતા રાજ્યમાં અનેક રેલિઓ અને જનસભાઓમાં સામેલ થયા છે. ગત અઠવાડિયે શાહએ ઉમેદવારોની યાદીને અંતિમ રુપ આપવા માટે પોતાની પાર્ટી અને નિષાદ પાર્ટી જેવી પાર્ટીઓ સાથે બેસીને સીટ વહેંચણી પર ચર્ચા કરી છે. પાર્ટીના સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુર સીટથી લડશે.
મીડિયા રિપોર્ટ અનુસાર શાહ 23 જાન્યુઆરીથી ફરી પ્રચાર અભિયાન શરુ કરી શકે છે. 403 વિધાનસભા સીટોવાલા યુપીમં 7 ચરણમાં ચૂંટણી યોજાશે. ચૂંટણી આયોગ તરફથી જારી ક્રાયક્રમ અનુસાર મતગણના 10 માર્ચે થશે.