બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / up assembly elections 2022 kairana seat becomes a question of prestige for bjp home minister amit shah will communicate door to door with the victims family tomorrow
Last Updated: 12:51 PM, 22 January 2022
ADVERTISEMENT
આજે હેલીકોપ્ટરથી કૈરાના પહોંચી પીડિતોને મળશે
અમિત શાહ શનિવારે પશ્ચિમ યૂપીના કૈરાના જિલ્લાનો પ્રવાસ કરશે. ચૂંટણીના 19 દિવસ પહેલા અમિત શાહ શામલી જિલ્લાના કૈરાના વિધાનસભા સીટથી ચૂંટણી પ્રચારનો શંખનાદ કરવા થઈ રહ્યા છે. કૈરાના એજ જગ્યા છે જ્યાંના પલાયનના સમાચારને લીધે ચર્ચામાં છે. આજે હેલીકોપ્ટરથી કૈરાના પહોંચી પીડિતોને મળશે.
ADVERTISEMENT
શાહ બાગપત અને શામલી પાર્ટી પદાધિકારીઓ સાથે બેઠક કરશે
ડોર ટુ ડોર કાર્યક્રમના માધ્યમથી અમિત શાહ પીડિતો સાથે સંવાદ કરશે. બાદમાં શાહ બાગપત અને શામલી પાર્ટી પદાધિકારીઓ સાથે બેઠક કરશે. અને તે કૈરાનાથી ચૂંટણી અભિયાનની શરુઆત કરશે. હકિકતમાં 2017ની ચૂંટણીમાં કૈરાનાથી હિંદુઓના પલાયનનો મોટો મુદ્દો બન્યો હતો. 2016માં ભાજપના તત્કાલીન સાંસદ હુકુમ સિંહે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ADVERTISEMENT

કૈરાના સીટથી ભાજપે મૃગાંકા સિંહને આપી ટિકીટ
ADVERTISEMENT
આરોપ લાગ્યા હતા કે મુસલમાનોના વધતા આતંકના કારણથી કૈરાનાથી હિંદુ પોતાના ઘર વેચવા માટે મજબૂર થયા હતા. ભાજપના નેતા હુકુમ સિંહે લિસ્ટ જારી કરી કૈરાનાથી હિંદુઓના પલાયનના મુદ્દો બનાવ્યો હતો. આ બાદ ભાજપે ગત ચૂંટણીમાં આ મુદ્દો બનાવ્યો હતો અને ભાજપે પૂર્વ સાંસદ હુકુમ સિંહની દીકરી મૃગાંકા સિંહને મૈદાનમાં ઉતાર્યા હતા. જોકે તે હારી ગઈ હતી.

ADVERTISEMENT
કૈરાનામાં મુસ્લિમની વસ્તી હિંદુથી ચાર ગણાથી પણ વધારે
હવે આને કૈરાનાની જરુરિયાત કહીએ કે રાજકીય પરંતુ તસવીર બદલાયેલી જોવા મળી રહી છે. 5 વર્ષ પહેલા કૈરાનાથી હિંદુઓના પલાયન ચૂંટણી મુદ્દો બનાવ્યો. પરંતુ આ વખતે 22 માં કૈરાનાના લોગો કહી રહ્યા છે કે તેમણે ગુંડા, ગુનેગારોથી મુક્તિ મળી છે. પરંતુ આ વખતે મૃગાંકા માટે શનિવારે ચૂંટણી પ્રચાર અમિત શાહ કરશે. આ માટે કૈરાના તેમનું સ્વાગત કરવા તૈયાર છે. કૈરાનામાં મુસ્લિમની વસ્તી હિંદુથી ચાર ગણાથી પણ વધારે છે. તેમ છતાં ચૂંટણીમાં જીતનું અંતર માત્ર 10 ટકાની નજીક હતુ. ભાજપનો પ્રયાસ છે કે આ ચૂંટણીમાં આ અંતરને ઘટાડી દેવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.