ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા
Last Updated: 03:30 PM, 2 April 2026
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી જાહેર કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે, તેમજ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
હવામાન વિભાગના ડાયરેક્ટરે શું કહ્યું
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આ ફેરફાર પાછળ બે સાયક્લોનિક સર્ક્યુલેશન, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સક્રિય વરસાદી ટ્રફ જવાબદાર હોવાનું જણાવાયું છે. આ સિસ્ટમોના પ્રભાવને કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ બનવાની શક્યતા છે.
ADVERTISEMENT
આજે ક્યાં પડી શકે છે વરસાદ
ADVERTISEMENT
આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદ પડી શકે છે. સાથે જ સાબરકાંઠા, મહેસાણા અને દ્વારકામાં પણ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને પોરબંદર સહિત જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.
મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
ADVERTISEMENT
મધ્ય ગુજરાતના વડોદરા અને ભરૂચ તેમજ પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ અને નર્મદા જિલ્લામાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
3 એપ્રિલે ક્યાં વરસાદની આગાહી
3 એપ્રિલના રોજ પણ બનાસકાંઠા અને સાબરકાંઠા સાથે કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ઉપરાંત જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જામનગર અને દીવમાં પણ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે યોજાશે ફેરબદલી કેમ્પ, જાણી લો અરજી કરવાની છેલ્લી તારીખ
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે
રાજધાની અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ વરસાદી માહોલને કારણે રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા, ખાસ કરીને વીજળીના કડાકા અને તેજ પવન દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.