ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે યોજાશે ફેરબદલી કેમ્પ, જાણી લો અરજી કરવાની છેલ્લી તારીખ
Last Updated: 02:59 PM, 2 April 2026
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રાથમિક શિક્ષકોની ઓનલાઈન જિલ્લા ફેરબદલીની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષકોએ 21 એપ્રિલથી 23 એપ્રિલ દરમ્યાન વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. રાજ્યની જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓના માધ્યમના શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવાનું રહેશે. જિલ્લા ફેરબદલીની જાહેરાત થતા શિક્ષકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ઓનલાઈન જિલ્લા ફેરબદલી માટેની જાહેરાત કરવામાં આવી
મળતી માહિતી મુજબ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ઓનલાઈન જિલ્લા ફેરબદલી માટેની જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ પગલાથી રાજ્યભરના શિક્ષકોને તેમની પસંદગીના જિલ્લામાં જવાની તક મળશ. જિલ્લા તેમજ નગર શિક્ષણ સમિતિઓ હેઠળ કાર્યરત પ્રાથમિક શિક્ષકો માટે ઓનલાઈન જિલ્લા ફેરબદલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે શિક્ષકોની જરૂરીયાત હશે. તે પ્રમાણે જિલ્લા પસંદગી કરવાની તક મળશે.
ADVERTISEMENT
સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન નોંધણી કરવી પડશે
ADVERTISEMENT
શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે જણાવ્યું હતું કે, જિલ્લા ફેરબદલી માટે જે શિક્ષકો ઈચ્છતા હોય તેઓએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન નોંધણી કરવી પડશે. તેમજ વેબસાઈટ પર જિલ્લાવાર ખાલી જગ્યાઓની માહિતી પણ મુકવામાં આવી છે. જેથી શિક્ષકો જિલ્લો પસંદ કરી શકશે. હવે શિક્ષકો અન્ય જિલ્લામાંથી બદલી કરવાની તક મળશે. ફેરબદલીની પ્રક્રિયા સરકાર દ્વારા નક્કી કરાયેલ નિયમો અને માર્ગદર્શિકા મુજબ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ 26મી એપ્રિલે મતદાન, 28મીએ મત ગણતરી, ગુજરાતમાં આજથી આચારસંહિતા લાગુ
ADVERTISEMENT
કઈ તારીખથી ઓનલાઈન અરજી કરી શકશે
તા. 21 એપ્રિલથી તા. 23 એપ્રિલ દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રથમ તબક્કાની કાર્યવાહી પુરી થયા બાદ ખાલી જગ્યાઓ માટે સામાન્ય તબક્કાની તારીખ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારે જિલ્લા નગર શિક્ષણ સમિતિમાં તમામ માધ્યમવાર વિભાગ કે વિષય મુજબ ખાલી જગ્યા હશે ત્યાં જિલ્લા ફેરબદલી માટે અરજી કરી શકશે. તેમજ જિલ્લા ફેરબદલી અંગેના હુકમો કોઈ પણ સંજોગોમાં રદ્દ કરવામાં નહી આવે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.