ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 26મી એપ્રિલે મતદાન, 28મીએ મત ગણતરી, ગુજરાતમાં આજથી આચારસંહિતા લાગુ

BIG BREAKING / 26મી એપ્રિલે મતદાન, 28મીએ મત ગણતરી, ગુજરાતમાં આજથી આચારસંહિતા લાગુ

Published By: Vishal Khamar

Last Updated: 05:29 PM, 1 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 4.18 કરોડ મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરશે. ચૂંટણી કમિશ્નર દ્વારા પાલિકા તેમજ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે.

ADVERTISEMENT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતા જ રાજકીય પાર્ટીઓ ઉમેદનારોની પસંદગી પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. તા. 26 એપ્રિલે 15 મહાનગર પાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. તેમજ 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આજથી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.

SIR ની કામગીરી પૂર્ણ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. SIR ની કામગીરી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા સાંજે 5 વાગ્યા આસપાસ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. તેમજ ફાઈનલ મતદાર યાદી જાહેર ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 15 મહાનગર પાલિકા અને જ્યારે બીજા તબક્કામાં 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા SIR ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ફાઈનલ મતદાર યાદી જાહેર થનાર છે. પંચ દ્વારા આજે સાંજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. ચૂંટણી પંચ આજે સાંજે 5 વાગ્યે પ્રેસકોન્ફરન્સ દરમ્યાન સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થઈ શકે છે.

રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી

ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે ફાઈનલ મતદાર યાદી જાહેર થયા બાદ આવતીકાલ સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લા-મહાનગરોમાં નીરીક્ષકોને મોકલી સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ આગામી 4 દિવસ ગુજરાત પર ફરી માવઠાની ઘાત, ગાજવીજ સાથે વરસાદની આગાહી

2021 માં ક્યારે જાહેર થઈ હતી ચૂંટણીની તારીખ

2021 માં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ તા. 23 જાન્યુઆરી 2021 ના રોજ જાહેર કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ 26 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ 5 માર્ચે પૂર્ણ થયો હતો. SIR ની કામગીરી ચાલુ હોઈ સ્થાનિક સ્વરાજ્યની ટર્મ પૂર્ણ થયા બાદ સમયસર ચૂંટણી ન થતા વહીવટદારની નિમણૂંક કરવાની ફરજ પડી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Local Government Elections Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ