બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જુનાગઢમાં ગંભીર ગુનાના કેદીને જામીન પર છોડાવવા 'મોટો ખેલ' રમાયો, ચોંક્યાં જજ, આપ્યો તપાસનો ઓર્ડર
Last Updated: 11:32 AM, 12 August 2026
જેલમાં બંધ ગંભીર ગુનાના કેદીને સારવારના નામે વચગાળાના જામીન માટે મેડિકલ સર્ટિફિકેટનો ઉપયોગ કરાયો હોવાનો બનાવ બન્યો છે. વેરાવળની એડિશનલ સેશન્સ કોર્ટના ચુકાદામાં આ ચોંકાવનારી હકીકત સામે આવી છે. કેશોદના ફિઝિશિયન ડો. રાજેશ સાંગાણીએ કેદીને તપાસ્યા વગર જ મેડિકલ સર્ટિફિકેટ આપ્યું હતું અને જેને આધારે જામીન માંગવામાં આવ્યાં હતા.
ADVERTISEMENT
ડોક્ટર સામે કાર્યવાહીનો ઓર્ડર
ગીર સોમનાથના એડિશનલ સેશન્સ જજ જે. જે. પંડ્યાએ ગુજરાત મેડિકલ કાઉન્સિલને ડોક્ટર સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. આરોપીએ પોતાની બીમારીના આધારે 15 દિવસના વચગાળાના જામીન માગ્યા હતા. કોર્ટે ડો. રાજેશ સાંગાણીનું કૃત્ય મેડિકલ પ્રોફેશનલ કન્ડક્ટના નિયમો હેઠળ દુર્વવ્યહાર ગણાવીને મેડિકલ કાઉન્સિલને કાર્યવાહીનો આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
કોર્ટે શું કહ્યું
કોર્ટએ નોંધ્યું કે, આવા સર્ટિફિકેટના આધારે આરોપીને વચગાળાના જામીન મળે અને ત્યારબાદ ડોક્ટરની હોસ્પિટલમાં દાખલ કરી સારવારના નામે જેલની બહાર સુવિધા મળી શકે તેવો પ્રયાસ જણાય છે. કોર્ટએ સ્પષ્ટ કર્યું કે, ડોક્ટરના અભિપ્રાય અને સર્ટિફિકેટના આધારે વ્યક્તિની સ્વતંત્રતા અંગે કોર્ટ મહત્વના નિર્ણયો કરે છે, તેથી મેડિકલ સર્ટિફિકેટ સાચું અને સ્પષ્ટ હોવું જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.