ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આગામી 4 દિવસ ગુજરાત પર ફરી માવઠાની ઘાત, ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન અપડેટ / આગામી 4 દિવસ ગુજરાત પર ફરી માવઠાની ઘાત, ગાજવીજ સાથે વરસાદની આગાહી

Published By: Priyankka Triveddi

Last Updated: 02:52 PM, 1 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં માર્ચ પછી હજુ એપ્રિલ મહિનામાં પણ માવઠાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

ADVERTISEMENT

ગુજરાતમાં એક તરફ ગરમીનો પારો ઊંચે જય રહ્યો છે તો બીજી બાજુ હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી માવઠાનું વાતાવરણ રહેવાની શક્યતા છે. 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જેના કારણે લોકો અને ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે 2 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અન્ય જિલ્લાઓમાં પણ અસર

આગામી દિવસોમાં પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં આ બદલાવ જોવા મળી રહ્યો છે.

એ.કે.દાસ ડિરેક્ટર, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,

કમોસમી વરસાદની સૌથી વધુ અસર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે પવન અને વરસાદી ઝાપટાં પડી શકે છે. આગામી 4 એપ્રિલ સુધી રાજ્યમાં માવઠાની સ્થિતિ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે. હાલમાં બે હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે. જેનાથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે. આ સિસ્ટમોના કારણે અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે જે વરસાદી માહોલ બનાવશે. સાથે જ પવનની ગતિ વધુ રહેવાની સંભાવનાને કારણે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા પણ વધતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: બાપુનગરની ESIC હોસ્પિટલની ખીચડીમાંથી નીકળી ઈયળ, મામલો પહોંચ્યો ગાંધીનગર

ત્રણ સિસ્ટમ સક્રિય, સાવચેતી જરૂરી

હાલ રાજ્ય તરફ ત્રણ અલગ-અલગ હવામાન સિસ્ટમ સક્રિય છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફનો સમાવેશ થાય છે. આ કારણોસર કમોસમી વરસાદની પરિસ્થિતિ સર્જાઈ છે. નિષ્ણાતો મુજબ લોકો અને ખેડૂતો માટે આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal Rain માવઠું Gujarat Weather Update

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ