ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બાપુનગરની ESIC હોસ્પિટલની ખીચડીમાંથી નીકળી ઈયળ, મામલો પહોંચ્યો ગાંધીનગર

લાપરવાહી / બાપુનગરની ESIC હોસ્પિટલની ખીચડીમાંથી નીકળી ઈયળ, મામલો પહોંચ્યો ગાંધીનગર

Published By: Priyankka Triveddi

Last Updated: 02:22 PM, 1 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ESIC હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. દર્દીઓના ભોજનમાંથી નીકળ્યું એવું કે બન્યો ચર્ચાનો વિષય. સમગ્ર માહિતી વાંચો એક ક્લિકે..,

ADVERTISEMENT

Ahmedabad ESIC Hospital: અમદાવાદની બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC હોસ્પિટલ ફરી એક વખત બેદરકારીના કારણે ચર્ચામાં આવી છે. દર્દીઓને આપવામાં આવતા ભોજન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

ખીચડીમાંથી જીવાત નીકળતા મચ્યો હંગામો

બાપુનગર સ્થિત ESIC હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવેલી ખીચડીમાંથી જીવાત (ઇયળ) નીકળ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે દર્દીઓ અને તેમના સગાસંબંધીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભોજન જેવી મૂળભૂત સુવિધામાં આવી બેદરકારી સામે લોકોમાં નારાજગી ફેલાઈ છે.

દર્દીઓની સલામતી અંગે ઉઠ્યા પ્રશ્નો

હોસ્પિટલમાં દર્દીઓને સ્વચ્છ અને સુરક્ષિત ભોજન આપવાની જવાબદારી હોવા છતાં આવી ઘટના બનતાં અનેક સવાલો ઊભા થયા છે. દર્દીઓના આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલ મુદ્દામાં લાપરવાઈ સામે લોકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.

અધિકારીઓને રજૂઆત, તપાસની માંગ

આ સમગ્ર મામલે પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખ દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખીને ફરિયાદ કરવામાં આવી છે. તેમણે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

આ પણ વાંચો: દેશના અગ્રણી પોર્ટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સર્જ્યો વિક્રમી રેકોર્ડ, અદાણીએ કહ્યું, “પોર્ટ એટલે ભવિષ્યનું પ્રવેશદ્વાર''

કાર્યવાહીની રાહ જોતા લોકો

હાલમાં આ મામલે હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પરંતુ સ્થાનિક લોકો અને દર્દીઓના પરિવારજનો હવે યોગ્ય પગલાંની રાહ જોઈ રહ્યા છે. જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ફરી ન થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ESIC Hospital Food Negligence Ahmedabad News

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ