બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / United Arab Emirates to give free SIM cards to tourists with free international callling and data

પ્રવાસ / હવે દુબઇ-અબુ ધાબી ફરવા જશો તો આ સેવા મળશે ફ્રી, દુનિયામાં સૌપ્રથમ આવો પ્રયોગ

Published By: Bhushita

Last Updated: 12:59 PM, 26 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંયુક્ત અરબ અમીરાત એટલે કે યૂએઈ પહોંચનારા પર્યટકોને ફ્રી ડેટા આંતરાષ્ટ્રીય કોલિંગ મિનિટ અને ફ્રી ટેક્સ્ટ મેસેજની સુવિધાની સાથે ફ્રી મોબાઈલ સિમ કાર્ડ પણ આપવામાં આવશે.

યૂએઈના અધિકારીઓએ જાણકારી આપતાં કહ્યું કે ઓળખ અને નાગરિકતાની બાબતોની જાહેરાત કરતાં કહ્યું કે પર્યટકોને ફ્રીમાં મળનારા સિમ કાર્ડની વેલિડિટી એક મહિના સુધી રહેશે. જો પર્યટક પોતાના વીઝા સમયને વધારે છે તો તે સિમ કાર્ડ પણ જાતે જ અપડેટ થઈ જશે.

એક રિપોર્ટ અનુસાર અધિકારીઓ અને ટેલીકોમનાઉની સાથે થયેલા કરાર પર મંગળવારે અબુ ધાબીમાં કર્નલ ખમીસ અલ કાબી, મુસાનાદા સેવાઓના કાર્યકારી નિર્દેશક અને ટેલીકોમના નેતાઓ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 

લિતાનીએ જણાવ્યું કે અહીં પ્રવાસીઓ આવશે ત્યારે પાસપોર્ટ કંટ્રોલ ઓફિસરની તરફથી તેમને ગિફ્ટ રૂપે સિમ કાર્ડ આપવામાં આવશે. તેમાં ડેટા અને ટોક ટાઈમ હશે. જેને તમે દેશમાં ક્યાંય પણ રિચાર્જ કરાવી શકો છો. તેઓએ પર્યટકો માટે આ નવી સેવાના લાગૂ કરી છે જે લગભગ એક વર્ષ સુધી કાર્યરત રહેશે. પ્રવાસીઓ જ્યાં સુધી દેશમાં રહેશે ત્યાં સુધી તે કામ કરશે. જો પ્રવાસી વીઝાનો સમય વધારે છે તો તેનો સમય પણ આપમેળે વધશે. આ કાર્ડ મેળવવા માટે કોઈ ડોક્યૂમેન્ટ્સની પણ જરૂર રહેતી નથી.

ઇમીગ્રેશન પર પ્રવાસીઓ જ્યારે કાર્ડને મોબાઈલમાં ઇન્સર્ટ કરશે ત્યારે તેઓએ પોતાની ઓળખ અને આવ્યાની તારીખ ભરવાની રહેશે. ત્યારબાદ તેમનો ફોન ચાલુ થઈ જશે. ફક્ત 2 મિનિટની અંદર જ પર્યટક આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. આ પ્રયોગ દુનિયામાં પહેલી વાર કરવામાં આવી રહ્યો છે. 
 

ફોટો સૌજન્ય - Social Media

સંકળાયેલા મુદ્દાઓ

Data And Calling Free Gift Simcard UAE facility પ્રવાસ Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ