ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા અમિત શાહ અમદાવાદમાં, પરિવારજનો સાથે મેચ નિહાળે તેવી શક્યતા
Last Updated: 04:04 PM, 8 March 2026
ADVERTISEMENT
અમદાવાદમાં યોજાનારી T20 વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મહત્વપૂર્ણ મેચ નિહાળવા માટે દેશ-વિદેશમાંથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ પહોંચ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ જોવા માટે અમદાવાદ આવી શકે તેવી માહિતી સામે આવી રહી છે.
ADVERTISEMENT

એરપોર્ટથી સીધા સ્ટેડિયમ રવાના થશે
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, અમિત શાહ આજે સાંજે લગભગ 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે. એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ રવાના થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યાં T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે.

ADVERTISEMENT
સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
સૂત્રોના જણાવ્યા મુજબ, અમિત શાહ પોતાના પરિવારજનો સાથે મેચ નિહાળી શકે છે. તેમની હાજરીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. એરપોર્ટથી લઈને સ્ટેડિયમ સુધીના માર્ગો પર પોલીસ કર્મચારીઓ ગોઠવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ VIDEO : ફાઈનલ પહેલા હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે અમદાવાદમાં હનુમાન દાદાના દર્શન કર્યા
ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ
ADVERTISEMENT
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ ફાઈનલ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. સ્ટેડિયમની બહાર પણ મોટી સંખ્યામાં ચાહકો એકત્રિત થઈ રહ્યા છે અને મેચ શરૂ થવાની આતુરતા જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.