ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : ફાઈનલ પહેલા હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે અમદાવાદમાં હનુમાન દાદાના દર્શન કર્યા

ટી20 વર્લ્ડ કપ 2026 / VIDEO : ફાઈનલ પહેલા હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે અમદાવાદમાં હનુમાન દાદાના દર્શન કર્યા

Published By: Vishal Khamar

Last Updated: 03:17 PM, 8 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ન્યૂઝીલેન્ડ ખાતે રમાનાર મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ખેલાડીઓએ હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા.

ADVERTISEMENT

અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરિસરમાં આવેલ હનુમાનજી મંદિરે ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓએ આજે દર્શન કરી આશીર્વાદ લીધા. મહત્વની હાઈ વોલ્ટેજ મેચ પહેલા ખેલાડીઓ મંદિરે પહોંચ્યા હતા અને પ્રાર્થના કરી હતી.

ખેલાડીઓએ હનુમાનજી મંદિરે કર્યા દર્શન

મળતી માહિતી અનુસાર ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, વિસ્ફોટક બેટ્સમેન સુર્યકુમાર યાદવ તેમજ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મંદિરે જઈ હનુમાનજીના દર્શન કર્યા હતા. ખેલાડીઓએ મહત્વપૂર્ણ મેચ પહેલા ટીમની સફળતા માટે પ્રાર્થના કરી હતી. ખાસ વાત એ છે કે સ્ટેડિયમમાં પસાર થતી વખતે એક્ટિવા પર જતા યુવકે હાર્દિક પંડ્યા અને સૂર્યા કુમાર યાદવને મંદિરે ઉતાર્યા હતા.

ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ પર પણ ભારે અવરજવર જોવા મળી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી તેમજ વિદેશમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ પહોંચી રહ્યા છે. સાથે જ બોલિવૂડ સેલિબ્રિટી, ઉદ્યોગપતિઓ અને દિગ્ગજ ક્રિકેટરો પણ આ ઐતિહાસિક મેચ જોવા માટે શહેરમાં આવી રહ્યા છે. બોલિવૂડના જાણીતા અભિનેતા જોન અબ્રાહમ એક દિવસ પહેલા જ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આજે તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો નિહાળવા જશે. શહેરમાં હોટેલ, એરપોર્ટ અને સ્ટેડિયમ આસપાસ ક્રિકેટપ્રેમીઓનો માહોલ જોવા મળી રહ્યો છે.

મેચ પહેલા ક્લોઝિંગ સેરેમનીમાં સંગીતમય રંગત

ફાઇનલ મુકાબલા પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેરેમનીમાં આંતરરાષ્ટ્રીય પૉપ સુપરસ્ટાર રિકી માર્ટિન, પંજાબી પૉપ સિંગર સુખવીર અને ગુજરાતની જાણીતી ગાયિકા તેમજ “ગરબા ક્વિન” ફાલ્ગુની પાઠક પરફોર્મ કરશે. તેમના સંગીત અને નૃત્યના કાર્યક્રમો ફાઇનલ મુકાબલા પહેલા સ્ટેડિયમમાં ઉપસ્થિત હજારો દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે તેવી અપેક્ષા છે. આ ભવ્ય કાર્યક્રમથી સમગ્ર સ્ટેડિયમમાં ઉત્સવનો માહોલ સર્જાવાનો છે.

ફાલ્ગુની પાઠકનો ઉત્સાહ અને પ્રેક્ષકો માટે ખાસ સંદેશ

પ્રખ્યાત ગાયિકા ફાલ્ગુની પાઠકે ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા અંગે પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે વિશાળ દર્શકો સામે પ્રદર્શન કરવા માટે તેઓ ખૂબ ઉત્સાહિત અને ઉત્સુક છે. તેમણે કહ્યું કે આ તેમના માટે એક ખાસ અનુભવ છે અને તેઓ છેલ્લા બે દિવસથી આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સ્ટેડિયમમાં લગભગ 1,30,000 ટિકિટો વેચાઈ ગઈ હોવાનું જણાવતા તેમણે ક્રિકેટપ્રેમીઓના ઉત્સાહ અને સમર્થનથી અભિભૂત હોવાનો પણ ઉલ્લેખ કર્યો. ફાલ્ગુની પાઠકે કહ્યું કે વિશ્વભરના ભારતીય પ્રેક્ષકો સામે પરફોર્મ કરવાનો વિચાર જ તેમના હૃદયમાં વિશેષ ભાવના જગાવે છે.

આ અંગે વાત કરતાં ફાલ્ગુની પાઠકે જણાવ્યું કે

" આ મારો પહેલો અનુભવ છે માટે ખૂબ જ ઉત્સાહિત છું. મને છેલ્લા 2 દિવસથી ઊંઘ પણ આવી નથી. હું આશા રાખું છું કે લોકોને મારુ પરફોર્મન્સ સારું લાગે."

આ પણ વાંચોઃ 'એનેસ્થેસિયાના ઈન્જેક્શન માર્યા, બાથરૂમમાં બેગ', સ્વામિનારાયણ મંદિરમાં આપઘાત કરનાર બે કોલેજીયન ગર્લ કેસમાં ઘટસ્ફોટ

એમ.એસ. ધોની પણ અમદાવાદ પહોંચ્યા, ફેન્સમાં વધ્યો ઉત્સાહ

આ ઐતિહાસિક ફાઇનલ મુકાબલા પહેલા ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન એમ.એસ. ધોની પણ અમદાવાદ પહોંચ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આ રોમાંચક ટાઇટલ મુકાબલા પહેલા તેમની હાજરીને કારણે ક્રિકેટપ્રેમીઓમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ભારતની જીત બાદ સમગ્ર દેશની નજર હવે આ ફાઇનલ મુકાબલા પર ટકી છે. લાખો સમર્થકો અને ક્રિકેટપ્રેમીઓની આશા છે કે ટીમ ઇન્ડિયા આ મહત્વપૂર્ણ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વર્લ્ડ કપનો ખિતાબ જીતશે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે ક્રિકેટના મહાકુંભ સમાન દૃશ્ય રજૂ કરશે. જ્યાં રમત, સંગીત અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Narendra Modi Stadium Hanumanji Temple Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ