ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'એનેસ્થેસિયાના ઈન્જેક્શન માર્યા, બાથરૂમમાં બેગ', સ્વામિનારાયણ મંદિરમાં આપઘાત કરનાર બે કોલેજીયન ગર્લ કેસમાં ઘટસ્ફોટ

સુરત / 'એનેસ્થેસિયાના ઈન્જેક્શન માર્યા, બાથરૂમમાં બેગ', સ્વામિનારાયણ મંદિરમાં આપઘાત કરનાર બે કોલેજીયન ગર્લ કેસમાં ઘટસ્ફોટ

Published By: Priyankka Triveddi

Last Updated: 02:41 PM, 8 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરમાં બે યુવતીઓના સંયુક્ત આપઘાતના બનાવે ભારે ચકચાર મચાવી છે. શહેરના સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતીઓના મૃતદેહ મળ્યા બાદ અનેક પ્રશ્નો ઉભા થયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને યુવતીઓએ એનેસ્થેસિયાના ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈ આપઘાત કર્યો હોવાની શક્યતા છે. જોકે આ ઘટનાના સાચા કારણો હજુ સુધી સામે આવ્યા નથી. જેના કારણે સમગ્ર કેસ રહસ્યમય બન્યો છે.

ADVERTISEMENT

Surat Suicide News: સુરતમાં બે યુવતીઓએ જોડે આપઘાત કરતાં કેસ વધુ રહસ્યમય બન્યો છે. મળતી માહિતી અનુસાર રોશની શિરશાઠ અને જોશનાનો ચૌધરી નામની બે યુવતીઓ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ગઈ હતી. ત્યારબાદ મંદિરના બાથરૂમમાંથી બંનેના મૃતદેહ મળતા લોકોમાં હડકંપ મચી ગયો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતદેહ નજીકથી એનેથેસિયાની દવા અને ઇન્જેક્શનની બોટલો મળી આવી હતી. જેના આધારે પોલીસએ આશંકા વ્યક્ત કરી છે કે બંને યુવતીઓએ દવાના ઓવરડોઝ દ્વારા જીવન ટૂંકાવ્યું હોઈ શકે છે.

બાથરૂમમાંથી મળ્યો બેગ અને અન્ય વસ્તુઓ

ઘટનાસ્થળની તપાસ દરમિયાન બાથરૂમમાંથી બંને યુવતીઓના બેગ પણ મળી આવ્યા હતા. એક બેગ વોશબેસિન પર મૂકેલું મળ્યું હતું. બેગની અંદરથી પૈસા, કેલ્ક્યુલેટર, દુપટ્ટો, મોબાઇલ ફોન અને બંને મિત્રોના ફોટોગ્રાફ મળી આવ્યા હતા. તે ઉપરાંત અન્ય બેગમાંથી મોબાઇલ ફોન, કેલ્ક્યુલેટર, બુક અને હોળીના રંગ પણ મળ્યા હતા. આ વસ્તુઓના આધારે પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો છે. બાથરૂમની અંદરનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બેગ અને અન્ય વસ્તુઓ જોવા મળે છે.

પરિવાર સાથે ખુશીના પળો બાદ થયો આપઘાત

મૃતક રોશની શિરશાઠ વિશે જાણવા મળ્યું છે કે થોડા દિવસ પહેલાં જ તેના પરિવાર સાથે ખુશીના પળો પસાર કર્યા હતા. 5 ફેબ્રુઆરીના રોજ તેના માતા-પિતાની લગ્ન વર્ષગાંઠ હતી, જેને રોશનીએ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવી હતી. પરંતુ આ ઉજવણીના બીજા જ દિવસે તેણે પોતાની બહેનપણી જોશના સાથે મળીને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. આ વાતે પરિવારજનો તેમજ આસપાસના લોકોમાં વધુ આશ્ચર્ય અને દુઃખનું વાતાવરણ ઉભું કર્યું છે.

આપઘાત પાછળનું કારણ હજુ અસ્પષ્ટ

હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. બંને યુવતીઓના મોબાઇલ ફોન અને અન્ય પુરાવાઓના આધારે આત્મહત્યાના કારણો જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરિવારજનોના નિવેદન તેમજ મિત્રવર્તુળમાંથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તેમ છતાં અત્યાર સુધી બંને યુવતીઓએ આકસ્મિક પગલું કેમ ભર્યું તે અંગે ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

આ પણ વાંચો: પાંડેસરા GIDCમાં ઝેરી ગેસથી ત્રણ શ્રમિકોના મોત, અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ

Vtv App Promotion 2

તપાસ આગળ વધતા ખુલશે રહસ્ય

પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ વધુ સ્પષ્ટતા મળશે. તે ઉપરાંત મોબાઇલ ડેટા અને કોલ રેકોર્ડ્સની પણ તપાસ કરવામાં આવશે. આ બનાવે સુરત શહેરમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. બે યુવાન યુવતીઓએ એકસાથે આટલું ગંભીર પગલું કેમ ભર્યું, તેની પાછળનું સાચું કારણ શું છે, તે અંગે હાલ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આ સમગ્ર ઘટનાનું સાચું રહસ્ય બહાર આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat suicide case Swaminarayan temple incident સુરત આપઘાત કેસ

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ