બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / પાંડેસરા GIDCમાં ઝેરી ગેસથી ત્રણ શ્રમિકોના મોત, અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ

દુર્ઘટના / પાંડેસરા GIDCમાં ઝેરી ગેસથી ત્રણ શ્રમિકોના મોત, અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ

Priyankka Triveddi

Last Updated: 10:17 AM, 8 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં રવિવારના દિવસે બે મોટી દુર્ઘટનાઓ સામે આવી છે. પાંડેસરા GIDCમાં ઝેરી ગેસથી ત્રણ શ્રમિકોના મોત થયા છે જ્યારે અંકલેશ્વરના પાનોલીમાં રસાયણ કંપનીમાં ભીષણ આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે.

Gujarat Industrial Accident: ગુજરાતમાં આજે બે અલગ અલગ ઉદ્યોગ વિસ્તારોમાંથી ગંભીર દુર્ઘટનાઓ સામે આવી છે. સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં ઝેરી ગેસના કારણે ચાર શ્રમિકો ગૂંગળામણનો ભોગ બન્યા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે અને એક શ્રમિક હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે પારસ મિલના કોન્ટ્રાકટર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બીજી તરફ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક પાનોલી GIDC વિસ્તારમાં આવેલી કૃષી રસાયણ એક્સપોર્ટ પ્રા.લિ. કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અગ્નિજ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. ફાયર વિભાગે ઘટનાને ધ્યાનમાં રાખીને મેજર કોલ જાહેર કર્યો હતો અને અનેક ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.

દૂર સુધી દેખાયા અગ્નિજ્વાળા અને ધુમાડાના ગોટેગોટા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક પાનોલી વિસ્તારમાં આવેલી એક રસાયણ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પાનોલીની કૃષી રસાયણ એક્સપોર્ટ પ્રા. લિ. કંપનીમાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે કંપનીમાંથી ઊઠતા અગ્નિજ્વાળા અને ધુમાડાના મોટા ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના ઉદ્યોગો તેમજ વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગતાં જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર નીકળી આવ્યા હતા. જેથી કોઈ જાનહાનિ થયાની માહિતી હાલ સુધી સામે આવી નથી. જોકે આગના કારણે કંપનીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

factory-fire

ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો

આગ લાગ્યાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી સહિત આસપાસના વિસ્તારોમાંથી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા “મેજર કોલ” જાહેર કરવામાં આવ્યો હતો. પાંચથી વધુ ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી કરી રહ્યા છે. ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીના ફવારા તેમજ અન્ય સાધનોની મદદથી આગને કાબૂમાં લેવા પ્રયાસો ચાલી રહ્યા છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાન અને કારણ અંગે સ્પષ્ટ માહિતી મળી શકશે.

suratt

પાંડેસરા GIDCમાં ટાંકી સાફ કરતી વખતે ચાર શ્રમિકો બેભાન, ત્રણના મોત

સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી પારસ મિલમાં ઝેરી ગેસના કારણે ગંભીર દુર્ઘટના બની છે. મળતી માહિતી મુજબ મિલમાં ટાંકી સાફ કરવા ઉતારવામાં આવેલા ચાર શ્રમિકો ગૂંગળામણનો ભોગ બન્યા હતા. ટાંકીમાં રહેલા ઝેરી ગેસના કારણે ચારેય શ્રમિકો અચાનક બેભાન થઈ ગયા હતા. આ ઘટના બાદ તાત્કાલિક તમામ શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન એક પછી એક ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતા, જ્યારે એક શ્રમિક હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને શ્રમિક સુરક્ષાને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ ફાઇનલનો મહાસંગ્રામ: સેલિબ્રિટી, ક્રિકેટપ્રેમી અને કલાકારોનો જમાવડો

Vtv App Promotion

કોન્ટ્રાકટર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

આ ગંભીર ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પારસ મિલના કોન્ટ્રાકટરે શ્રમિકોને કોઈપણ પ્રકારની સેફ્ટી સાધનો આપ્યા વગર જ ટાંકીમાં ઉતાર્યા હતા. સુરક્ષા નિયમોની અવગણના કરવામાં આવતા આ દુર્ઘટના બની હોવાનો આરોપ છે. આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા પારસ મિલના કોન્ટ્રાકટર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ મૃતક શ્રમિકોના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને શ્રમિકોની સુરક્ષા અંગે યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat worker death case Pandesara GIDC accident Gujarat industrial accident
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ