ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Ukraines ambassador seeks PM Modis help

Russia Ukraine Crisis / PM મોદી તાત્કાલિક પુતિનનો સંપર્ક કરે: યુક્રેને ભારત પાસે માંગી મદદ, જુઓ શું કહ્યું

Published By: Ronak

Last Updated: 02:49 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં પરિસ્થિતી ખરાબ થતા ત્યાના રાજદૂતે પીએમ મોદી પાસે મદદ માગી છે. જેમા તેમણે એવું કહ્યું કે રશિયાના ભારત સાથે સારા સંબંધ છે. જેથી પીએમ મોદી તાત્કાલીક પુતિનનો સંપર્ક કરે

ADVERTISEMENT

  • યુક્રેને ભારત પાસેથી માગી મદદ
  • પીએમ મોદીને હસ્તક્ષેપ કરવા માટે કહ્યું 
  • યુક્રેનના રાજદૂતે પીએમ મોદી પાસે માગી મદદ 

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ હવે યુક્રેન દ્વારા ભારત પાસેથી મદદ માગવમાં આવી છે. ત્યાના રાજદૂતે વડાપ્રધાન મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યું છે. યુક્રેનના રાજદૂક ઈગોર પોલતાએ કહ્યું કે ભારત અને રશિયાના સંબંધો સારા છે. જેથી ભારત રશિયા અને યુક્રેનના વિવાદને કંટ્રોલ કરવા માટે મોટું યોગદાન આપી શકે છે. 

રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરવા કહ્યું 

યુક્રેનના રાજદૂત ઈગોર પોલખાએ પીએમ નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેઓ રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેસ્કી સાથે સંપર્ક કરે. આપને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ભારતનું વલણ ન્યૂટ્રલ રહ્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું કે ભારતનું સ્ટેન્જ આ યુદ્ધ પર ન્યૂટ્રલ છે. 

ભારતે એડવાઈઝરી જાહેર કરી 

જે રીતે યુક્રેનમાં પરિસ્થિતી બગડી રહી છે. તેને લઈને ભારતે ત્યા હાજર લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમા ભારતે કહ્યું છે કે સ્થિતી ખરાબ છે તમે જ્યા છો ત્યાજ રહો. લોકોને તેમના ઘરમાં અને હોસ્ટલોમાં તેઓ જ્યા છે ત્યાજ રહેવા માટે કહેવામાં આવ્યું છે. જે લોકો કીવ તરફ ગયા છે. તેમને પરત આવવા માટે કહેવામાં આવ્યું છે. 

ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર 

આ સિવાય યુક્રેનમાં જે ભારતીય વિદ્યાર્થીઓ છે તેમના માટે સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સાથેજ ત્યા ફસાયેલા લોકો વેબસાઈટ દ્વારા પણ મદદ માગી શકે છે. વિદેશ મંત્રાલયનો દિલ્હી કંટ્રોલ રૂમ હવે 24 કલાક કામ કરશે અને ત્યા જે પણ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે તેમની મદદ કરવામાં આવશે. 

એરપોર્ટ બંધ થતા ફ્લાઈટ પરત આવી 

ઉલ્લેખનીય છે કે યુક્રેનથી અત્યાર સુધીમાં એર ઈન્ડિયાની બે ફ્લાઈટ ભારતીય વિદ્યાર્થીઓને લઈને પરત ફરી છે. ત્રીજી ફ્લાઈટ પણ જવાની હતી પરંતું રશીયાએ યુક્રેનની રાજધાની પર જે હુમલો કર્યો તેના કારણે એરપોર્ટ બંધ તઈ ગયું. જેના કારણે ફ્લાઈટ વિદ્યાર્થીઓને લીધા વગર પરત આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Help PM modi RUSSIA UKRAINE WAR મદદ રશિયા યુક્રેન યુદ્ધ વડાપ્રધાન મોદી Russia ukraine crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ