ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / uidai will open 114 aadhaar seva kendra in 53 major cities of india know about fee and timing
ADVERTISEMENT
ADVERTISEMENT
આજના સમયમાં આધાર કાર્ડ આપની ઓળખાણ સાથે જોડાયેલ સૌથી મહત્વનું દસ્તાવેજ છે. સરકારી યોજનાનો લાભ લેવો હોય, અથવા તો બેંક સાથે જોડાયેલ કોઈ કામ હોય, લગભગ તમામ જગ્યાએ આધાર કાર્ડ માગશે. જેવી રીતે આધારની જરૂરિયાત વધી રહી છે. તેની સાથે જોડાયેલ સમસ્યાનું નિવારણ લાવવા માટે તેટલી જ સંખ્યાામં આધાર સેવા કેન્દ્ર છે નહીં. હવે આ વાતને ધ્યાને રાખીને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ મોટો પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત દેશના મોટા શહેરોમાં સૈંકડો કેન્દ્રો ખોલવામાં આવશે.
53 શહેરોમાં 114 કેન્દ્રો ખુલશે
ADVERTISEMENT
UIDAIએ દેશના 53 મોટા શહેરોમાં કુલ 114 આધાર સેવા કેન્દ્ર ખોલવાનો પ્લાન તૈયાર કર્યો છે. આ આધાર સેવા કેન્દ્ર દેશના તમામ મેટ્રો સિટી, તમામ રાજ્યોની રાજધાની અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખોલવામાં આવશે. હાલમાં દેશમાં ચાલી રહેલા આધાર સેવા કેન્દ્રોની વાત કરીએ તો, તેની કુલ સંખ્યા 88 છે. જેને વધારવાની તૈયારીઓ કરવામાં આવી છે.
આધાર સાથે જોડાયેલ કામો માટે સેવા કેન્દ્રો ઉપરાંત દેશભરમાં 35,000થી વધારે આધાર સેન્ટર પણ ચાલી રહ્યા છે. જેનું સંચાલન બેંક, પોસ્ટ ઓફિસ અને રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

રવિવારે પણ ખુલ્લા રહે છે કેન્દ્રો
ADVERTISEMENT
નવા આધાર કાર્ડ બનાવાના હોય કે પછી તેમાં કોઈ ફેરફાર કરવાના હોય, આપ આ આધાર સેવા કેન્દ્રો દ્વારા અઠવાડીયાના સાત દિવસોમાં સેવા લઈ શકશો. એટલે કે અઠવાડીયાની રજા પર પણ તે સવારે 9.30થી સાંજના 5.30 કલાક સુધી ખુલ્લા રહેશે. આ આધાર સેવા કેન્દ્રો પર વૃદ્ધો અને દિવ્યાંગજનો માટે ખાસ સુવિધા પણ આપવામાં આવી રહી છે.
તેના દ્વારા આપ સરળતાથી બાયોમેટ્રિક સાથે જોડાયેલ કામ હોય અથવા તો આધારમાં નામ, સરનામા, જેંડર, જન્મતારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ કરાવી શકશો.
ADVERTISEMENT
આધાર કાર્ડ અપડેટ કરાવાનો ચાર્જ
ADVERTISEMENT
ફી વધારે લે તો અહીં કરી શકશો ફરિયાદ
જો આપ કોઈ પણ આધાર કેન્દ્રમાં અપડેટ કરાવો છો, તો અહીં નિર્ધારિત ફીથી વધારે પૈસાની માગણી કરો તો, આવી સ્થિતિમાં આપની પાસે સંબંધિત ફરિયાદ કરવાનો વિકલ્પ પણ છે. આપની ફરિયાદ uidai.gov.in પર મેલના માધ્યમથી અથવા તો પછી ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને નોંધાવી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો