બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / વડોદરા / Trying convince Ketan Enamdar who is upset! CR Patil said

લોકસભા ચૂંટણી 2024 / નારાજ કેતન ઈનામદારને મનાવવાના પ્રયાસ! CR પાટીલે કહ્યું 'એ તો પાર્ટી નક્કી કરશે કે...'

Ajit Jadeja

Last Updated: 12:45 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ તેઓ ખુલીને ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના કરાતી હોવાનો આરોપ મુક્યો છે.

Gujarat politics: કેતન ઇનામદારે વ્યક્ત કરેલી નારાજગી બાદ ભાજપનું નેતૃત્વ રીત સરનું ફફડી ઉઠ્યુ છે. અચાનક સાવલીના ધારાસભ્ય પદેથી કેતન ઇનામદારએ રાજીનામું આપ્યુ છે એટલુ જ નહી ત્યારબાદ તેમણે આરોપ મુક્યો છે કે પક્ષમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે તેમનું માન સન્માન જળવાતું નથી. દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે નથી આવતો. ઇનામદાર મીડિયા સામે ખુલીને બોલતા ભાજપમાં ભૂકંપની સ્થીતી સર્જાઇ છે. તાત્કાલીક પ્રદેશ ભાજપ અધ્યક્ષએ બેઠક બોલાવી છે. વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠક મળી હતી. જેમાં આ સંદર્ભે ચર્ચા થઇ હતી. એટલું જ નહી કેતન ઇનામદારને મનાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. કેતન ઇનામદારને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. જેને લઇને તેઓ ગાંધીનગર જવા રવાના થયા છે.

કેતન ઇનામદારને ગાંધીનગર બોલાવાયા

કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ તેઓ ખુલીને ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના કરાતી હોવાનો આરોપ મુક્યો છે. એટલુ જ નહી તેમણે કહ્યુ જુના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવે છે તેમનું આત્મ સન્માન જળવાતું નથી. કેતન ઇનામદારની નારાજગી બાદ નિવેદનની અસર ભાજપના કાર્યકર્તાઓ પર પડી શકે છે ત્યારે પ્રદેશ નેતૃત્વ દ્વારા તાબળતોબ કેતન ઇનામદારને મનાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસ સ્થાને બેઠક મળી હતી. જેમાં વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં કેતન ઈનામદારની નારાજગી સંદર્ભે ચર્ચા થઇ હતી એટલુ જ નહી સુત્રોનું માનીએ તો ચૂંટણી સમયે આ નિવેદનની અસર ભાજપના કાર્યકરો પર થઇ શકે છે ત્યારે કેતન ઇનામદારને મનાવી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

 

ધારાસભ્યને મનાવવા પ્રયાસ તેજ

કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ રાજ્યમાં રાજકિય માહોલ ગરમાયો છે. ભાજપમાં ભૂકંપની સ્થીતી સર્જાઇ છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારે નારાજગી સામે આવતા હડકંપ મચ્યો છે. સાવલીના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવાના પ્રયાસ તેજ કરાયા છે. જિલ્લા પ્રભારી રાજેશ પાઠકે મુખ્યમંત્રી સાથે વાત કરાવી હતી. એટલુ જ નહી. CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સાથે વીડિયો કોલથી વાત કરાવવામાં આવી હતી.

રાજીનામાને લઈને સી.આર.પાટીલનું નિવેદન

ભાજપમાં ભરતી મેળાથી જૂના કાર્યકરો નારાજ હોવાનો આરોપ રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે કર્યો હતો. ત્યારે કેતનના રાજીનામાને લઇ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યુ છે. પાટીલે કેતન ઇનામદારના નિવેદનનો જવાબ આપતા કહ્યુ કે પાર્ટી નીતિ નિયમ પ્રમાણે ચાલશે. પક્ષમાં કોને લેવા એ પણ નક્કી કરાશે. કેતન ઈનામદારના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠકમાં વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થીત રહ્યા જેમાં  કેતન ઈનામદારની નારાજગી સંદર્ભે ચર્ચા થઇ હતી.

રાજીનામું મારા અંતરઆત્માનો અવાજઃકેતન ઇનામદાર

સાવલી બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદાર ખુલીને પાર્ટી સામે બોલ્યા છે. તેમનું કહેવું છે કે હું બીજેપીનો વફાદાર અને જૂનો કાર્યકર છું અને રહીશ. પાર્ટીને જીતાડવા માટે હું હંમેશા મહેનત કરીશ. પરંતુ દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે નથી હોતો. તેમણે બીજેપીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ મારા મતક્ષેત્રમાંથી હું લોકસભાના ઉમેદવારને સૌથી વધુ લીડ અપાવીશ. તે માટે હુ તત્પર છુ અને રાત દિવસ મહેનત કરીશ. આ રાજીનામું મારા અંતરઆત્માનો અવાજ છે. જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મે લોકોને માન સન્માન આપ્યું છે અને આપતો રહીશ. પરંતુ આપણા માન સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને વ્યાજબી લાગતી નથી. પાર્ટીમાં વિરોધીઓને મોટા કરવામાં આવી રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે મીડિયાને જણાવ્યુ હતું કે પાર્ટીમાં કાર્યકર્તાઓનું માન સન્માન નથી જળવાતું, દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે રાજકારણમાં નથી આવતા, હું ભલે નિમિત બન્યો છું પરંતુ ભાજપમાં પ્રત્યેક કાર્યકર્તાઓનો આ અવાજ છે. વધુમાં તેમણે કહ્યુ હતુ કે હું પાર્ટીને બે હાથ જોડીને કહુ છુ કે પાર્ટી ભલે મોટી કરો પરંતુ જુના કાર્યકર્તાઓની અવગણના ના કરવી જોઇએ. 

આ પણ વાંચોઃ ભાજપના MLA કેતન ઇનામદારના રાજીનામાથી ગુજરાતના રાજકારણમાં હડકંપ, કહ્યું 'અંતર આત્માનો અવાજ...'

ભાજપના પ્રત્યેક કાર્યકરનો આ અવાજ

ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારે કહ્યુ કે ભાજપમાં જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કચાશ રહી ગઈ છે. મેં બધી જગ્યાએ રજૂઆત કરી છે. પરંતુ પાર્ટીને સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય તેવો ભ્રમ છે. મારા માટે માન સન્માન અને આત્મસન્માનથી મોટી કોઈ વસ્તુ નથી. આ અવાજ માત્ર કેતન ઈનામદારનો નથી.ભાજપના પ્રત્યેક કાર્યકરનો આ અવાજ છે, હુ તો માત્ર નિમિત બન્યો છુ પરંતુ સત્ય એ છે કે પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવે છે જે ના થવી જોઇએ.  હું આજે ભાજપનો કાર્યકર્તા છું. ધારાસભ્ય પદેથી આ રાજીનામુ મારા અંતરઆત્માનો અવાજ છે. માન સન્માનના ભોગે કોઈ વસ્તુ વ્યાજબી નથી.ભરતી મેળાથી માત્ર હું જ નહીં અનેક કાર્યકર્તા નારાજ છે. ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે. 

કોણ છે કેતન ઇનામદાર

બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અંગે બાંયો ચઢાવી હતી
સી આર પાટીલે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો
વિસ્તારમાં ‘સરકાર’ નામથી પ્રખ્યાત
2010માં જિલ્લા પંચાયતની ધનતેજ સીટ પરથી અપક્ષ જીત્યા હતા
વિધાનસભામાં ભાજપે 2012માં ટીકીટ ના આપતા અપક્ષ ચૂંટણી લડ્યા
સાવલી બેઠક પરથી 2012માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા
ત્યાર બાદ 2017 અને 2022ની ચૂંટણી ભાજપમાંથી લડ્યા અને જીત્યા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ