બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Try Sindhi Kadhi Recipe At Home, Tasty and Healthy dish For you

રેસિપી / એકની એક ગુજરાતી કઢી ખાઈને કંટાળ્યા હોવ તો ટ્રાય કરી લો આ સિંધી કઢી, પડી જશે જલસો

Published By: Bhushita

Last Updated: 03:00 PM, 18 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દરેક ઘરોમાં ગુજરાતી કઢી તો બનતી જ હોય છે. આ કઢીને બાજરીના રોટલા, ભાત કે ખીચડી સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. પણ જો તમે આ એક જ પ્રકારની ગુજરાતી કઢીથી કંટાળી ગયા છો તો તમે આ ખાસ રીતે શાકના ઉપયોગથી બનાવવામાં આવતી સિંધી કઢીને ટ્રાય કરી શકો છો. તેમાં અનેક શાકનો ઉપયોગ થતો હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. અને ટેસ્ટમાં તો બેસ્ટ છે જ. તો આજે જ બનાવી લો આ સિંધી કઢી.

સિંધી કઢી

સામગ્રી

પ્રતિકાત્મક ફોટો

- 1/2 કપ ગુવાર
- 1 કપ બટાકાના ટુકડા
- 1/2 કપ ગાજરના ટુકડા
- 1/2 કપ સમારેલો ભીંડો
- 1 નંગ સરગવાની સીંગના ટુકડા
- 1 ચમચી જીરું
- 1 ચમચી આખી મેથી
- 1/2 ચમચી હિંગ
- 6 ચમચા બેસન
- 4 ચમચી સમારેલા લીલા મરચા
- 2 ચમચી છીણેલુ આદુ
- 6 મીઠા લીમડાના પાન
- 1 ચમચી વરિયાળી
- 1/2 ચમચી હળદર
- 4 ચમચી લાલ મરચું
- 4 ચમચી આમલીનો પલ્પ
- 5 ચમચા તેલ
- 2 કપ છાશ
- મીઠું સ્વાદ મુજબ

રીત

ગુવાર, ગાજર, સરગવો, બટાકાને ધોઈ લો. હવે આ શાકને બે કપ પાણીમાં અધકચરા બાફી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, મેથી અને વરિયાળી ઉમેરો. તે તતડે એટલે તેમાં બેસન ઉમેરીને પાંચ મિનિટ મધ્યમ તાપે શેકો. પછી તેમાં ચાર કપ પાણી રેડીને ચઢવા દો. પાણી ઉકળવા માંડે એટલે તેમાં લીલા મરચાં, આદું, મીઠા લીમડાના પાન, હળદર, લાલ મરચું, આમલીનો પલ્પ, મીઠું અને બાફેલા શાકભાજી અને ભીંડા ઉમેરીને થોડી વાર સુધી ઉકળવા દો. આ સમયે તેમાં છાશ ઉમેરો અને ઉકળવા દો. એક સરસ સુગંધ પણ આવશે. ભીંડા ચઢી જાય એટલે તેને ઉતારીને ગરમા ગરમ સર્વ કરો. આ કઢીને તમે પરોઠા, બાજરીનો રોટલો, ભાત અને ખીચડી સાથે પણ સર્વ કરી શકો છો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Dinner Gujarati Dish Lunch Recipe Sindhi Kadhi Tasty Dish થાળીમાં કરો ટ્રાય રેસિપી સિંધી કઢી recipe

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ