બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / Try Crispy Satpadi Puri for Diwali Nasta to welcoming guest
સાતપડી પૂરી ખૂબ જ સોફ્ટ હોય છે અને તે દેખાવમાં પણ સુંદર લાગે છે. નમકીન ગણાતી આ પૂરી તમે મહેમાનોને ચાની સાથે સર્વ કરી શકો છો. જાણી લો કઈ રીતે બનાવશો આ સાતપડી પૂરી.
ADVERTISEMENT
સાતપડી પૂરી
ADVERTISEMENT
સામગ્રી
ADVERTISEMENT
રીત
સૌપ્રથમ લોટ અને મેંદાને સાથે ચાળી લો. તેમાં મીઠું, મરી, શેકેલું જીરૂં અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે મોણ માટે તેલ ઉમેરી અને પાણી વડે લોટ બાંધી લો. રોટલીના લોટથી સહેજ કડક લોટ બાંધો. બાંધેલા લોટમાંથી મોટા મોટા રોટલા વણી લો. હવે ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલો સાટો આખા રોટલા પર લગાવી રોટલાનો રોલ વાળી દો. આ રોલને નાના ટુકડામાં કાપીને દબાવીને નાની નાની પૂરી વણી લો. ગરમ તેલમાં તળી લો. બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો. પડવાળી મસ્ત પૂરી તૈયાર થશે. તેને તમે મહેમાનને ચા કે કોફી સાથે આપી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.