બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Try Carrot Soup in this Winter Season For Your Health

રેસિપી / શિયાળાની સીઝનમાં હેલ્થ માટે ઉપયોગી છે ગાજરનો સૂપ, આજથી કરો ટ્રાય

Published By: Bhushita

Last Updated: 02:57 PM, 11 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાની સીઝન આવે એટલે તમે અવનવા સૂપ સરળતાથી ઘરે બનાવી શકો છો. આ સૂપ તમારી એર્નજીને વધારે છે અને સાથે જ તમને અનેક રોગોની સામે લડવાની શક્તિ પણ આપે છે. વિવિધ કલરના આ ટેસ્ટી સૂપ તમારી ભૂખને પણ ઉઘાડવામાં તમારી મદદ કરે છે. તમે તમારા લંચ કે ડિનરમાં તેને એપિટાઇઝરના રૂપમાં શિયાળાની સીઝનમાં સામેલ કરી શકો છો. ઘરની દરેક વ્યક્તિને આ ટેસ્ટી અને હેલ્ધી સૂપ પસંદ આવે છે. તે શરીરને માટે એક બૂસ્ટઅપનું કામ કરે છે.

સામગ્રી

- 500 ગ્રામ ગાજર 
- 2 મીડીયમ બટાકું
- 2 નાની ડુંગળી 
- 1 ટુકડો આદું 
- 1 કપ વ્હાઈટ સોસ 
- 4 ટીસ્પૂન ક્રીમ 
- 2 ટીસ્પૂન બટર 
- 2 કપ બ્રેડના તળેલા કટકા 
- 2 તમાલપત્ર 
- મીઠું, તજ-મરીનો ભૂકો સ્વાદમુજબ

રીત 

ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, ઝીણા સમારવા. બટાકા અને ડુંગળીને છોલી ઝીણા સમારવા. એક તપેલીમાં બટર ગરમ કરી, તેમાં તમાલપત્ર નાંખી, તેમાં ૪-૫ કપ પાણી નાંખી ઉકાળવું. પાણી ઉકળે એટલે તમા આદું, ડુંગળી, બટાકા અને ગાજરના ટુકડા નાંખવા. બધું શાક બફાય એટલે ગેસ બંધ કરી, ઠંડુ કરી, બ્લેન્ડરથી એકરસ કરી, સુપના સંચાથી ગાળી લેવું. પછી એક તપેલીમાં સૂપ ગરમ કરવા મુકવો. સૂપ ઉકળે અને થોડો ઘટ્ટ થાય એટલે તેમાં વ્હાઈટ સોસ, તજ-મરીનો ભૂકો અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરી, ગેસ બંધ કરવો. એક બાઉલમાં સૂપ કાઢી, તેમાં થોડું ક્રીમ, લીલાં ધાણાં અને થોડા બ્રેડના ટુકડા નાંખી, ગરમ-ગરમ સૂપ આપવો. 

સંકળાયેલા મુદ્દાઓ

Carrot Soup Recipe Seasonal Soup Soup for Health Winter 2019 ગાજરનો સૂપ રેસિપી શિયાળુ સૂપ recipe

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ