બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Try Banana Barfi And Vedhmi, its a best source of Calcium

રેસિપી / કૅલ્શિયમથી ભરપૂર છે કેળાંની બરફી અને વેઢમી, નાના મોટાં સૌને ભાવશે

Published By: Bhushita

Last Updated: 12:29 PM, 15 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ખાવાની સાથે હેલ્થને પણ મહત્વ આપો છો તો તમે કેળાની બરફી અને વેઢમીને ટ્રાય કરી શકો છો. આ સ્વીટ ડિશ નાના મોટા સૌને પસંદ આવી શકે છે. કેળાએ કેલ્શિયમ માટેનો સૌથી સારો સોર્સ ગણાય છે. જો તમને સીધી રીતે કેળા ખાવાનું પસંદ ન હોય તો તમે તેને આ રીતે પણ ઉપયોગમાં લઈ શકો છો. આ વાનગીઓ બનાવવાનું પણ ખૂબ સરળ છે.

કેળાંની બરફી

પ્રતિકાત્મક ફોટો

સામગ્રી

- 6 મોટા પાકા કેળાં
- 2 કપ દૂધ
- 3 કપ ખાંડ
- 3 ટીસ્પૂન ઘી
- 100 ગ્રામ નારિયેળ
- 1 કપ ક્રશ અખરોટ

રીત

કેળાંની છાલ ઉતારીને તેને મેશ કરી લો. હવે મેશ કરેલા કેળાંને દૂધ સાથે એક પેનમાં ત્યાં સુધી પકાવો. જ્યાં સુધી તે ડ્રાય ન થઈ જાય. હવે તેમાં ઘી ઉમેરો અને જ્યાં સુધી મિશ્રણનો રંગ બ્રાઉન ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. હવે તેમાં ખાંડ અને છીણેલું નાળિયેર ઉમેરો. સાથે અખરોટ પણ મિક્સ કરો. હવે ગેસની આંચ પરથી નીચે ઉતારી લો. એક પ્લેટમાં ઘી લગાડીને તેને ગ્રિસ કરો અને તેના પર આ મિશ્રણ પાથરી લો. તેને પ્લેટમાં એકસમાન રીતે ફેલાવી દો. એકવાર બરફી ઠંડી પડે પછી તેના જોઈતા આકાર અને માપના ટુકડા કરી લો. ડ્રાય ફ્રૂટ સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

પ્રતિકાત્મક ફોટો

કેળાંની વેઢમી

સામગ્રી

- 3 કપ ઘઉંનો લોટ 
- 5 નંગ પાકા કેળાં
- 3 ચમચી એલચીનો પાઉડર
- 3 ચમચી જાયફળનો પાઉડર
- 1 કપ બુરું ખાંડ  
- જરૂર પ્રમાણે તેલ 
- જરૂર પ્રમાણે ઘી

રીત

કેળાંને છૂંદીને તેમાં પૂરણની બધી સામગ્રી ભેગી કરો. લોટમાં મોણ જેટલું તેલ ભેળવી ગરમ પાણીથી કણક બાંધો. તેમાંથી પાતળી રોટલી વણી વચ્ચે કેળાંનું પૂરણ મુકીને રોટલી વણી લો. ત્યાર પછી બંને બાજુ કોરી શેકી લો અને ઉપર ઘી લગાવી ગરમગરમ વેઢમીનો સ્વાદ માણો.

સંકળાયેલા મુદ્દાઓ

Banana Barfi Banana Recipe Banana Vedhmi Recipe કેલ્શિયમનો સોર્સ કેળાની વાનગીઓ બરફી રેસિપી વેઢમી recipe

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ