ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / 'બ્રાહ્મણ નફાખોરી કરી રહ્યાં છે' પ્રેસિડન્ટ ટ્રમ્પના ખાસ સલાહકારનું અજીબ નિવેદન, થયું રાજકીય તોફાન
Last Updated: 08:51 AM, 1 September 2025
ADVERTISEMENT
વિવાદાસ્પદ નિવેદનોથી ફરી એકવાર અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો ગરમાયા છે. વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોએ ભારત પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે નવી દિલ્હી રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે અને તેને 'લોન્ડરિંગ' કરી રહ્યું છે અને આ પૈસાનો ઉપયોગ મોસ્કોના યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવા માટે થઈ રહ્યો છે. એટલું જ નહીં, નાવારોએ ભારતીય બ્રાહ્મણો પર 'લોકોના ભોગે નફાખોરી' કરવાનો આરોપ લગાવીને રાજકીય તોફાન મચાવ્યું છે.
ADVERTISEMENT
'ભારત ટેરિફનો રાજા'
નવારોએ માત્ર મોદી સરકારની નીતિઓ પર જ સવાલ ઉઠાવ્યા ન હતા, પરંતુ ભારતની ટેરિફ સિસ્ટમ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયન અને ચીનના નેતાઓ વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગ સાથે વધતી નિકટતા વૈશ્વિક સ્થિરતા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 'ભારત ટેરિફનો રાજા છે' તેમની પાસે વિશ્વમાં સૌથી વધુ ટેરિફ છે. તેઓ આપણને ઘણી બધી વસ્તુઓની નિકાસ કરે છે. તો આનાથી કોને નુકસાન થાય છે? અમેરિકન કામદારો, કરદાતાઓ, મોદી એક મહાન નેતા છે. હું સમજી શકતો નથી કે જ્યારે ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી છે, ત્યારે પુતિન અને શી જિનપિંગ સાથે આવું કેમ ચાલી રહ્યું છે? તે કહે છે કે ભારતની વેપાર નીતિઓથી અમેરિકન કામદારો અને કરદાતાઓને સીધું નુકસાન થઈ રહ્યું છે.
ADVERTISEMENT
ભારતમાં મચ્યું રાજકીય તોફાન
ADVERTISEMENT
ટ્રમ્પના સલાહકારના આ નિવેદનથી ભારતમાં રાજકીય તોફાન મચ્યું છે. રાજકીય નેતાઓએ ટ્રમ્પના આ સલાહકારના નિવેદનને વખોડી કાઢ્યું છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ ટેરિફની વચ્ચે આ મોટું નિવેદન છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની ચર્ચા ચાલી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.