બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / આડા અટકચાળા અટકાવો! પતિએ વિધવા સાથે શરીર સુખ માણતાં પત્નીએ 'અકલ્પનીય શખ્સ' સાથે માણ્યું સેક્સ
Last Updated: 08:03 AM, 30 August 2025
કળિયુગમાં સંબંધો માથે છેણી મૂકાઈ છે. નજીકના સગાં વચ્ચે પ્રેમસંબંધ અને શરીરસુખના બનાવ વધતાં જાય છે. યુપીના લખનઉમાં પ્રેમ બદલાનો એક હેરાનીભર્યો બનાવ સામે આવ્યો છે જેમાં વિધવા સાથે પ્રેમમાં પડેલા પતિ સામે બદલો લેવા પત્નીએ ભાણિયા સાથે સંબંધ બાંધ્યો હતો.
ADVERTISEMENT
સિદ્ધિ પ્રસાદ લોધીની હત્યાનો ભેદ ઉકેલાયો
લખનઉના દરિયાપુરમાં રેલવે કર્મચારી સિદ્ધિ પ્રસાદ લોધીની હત્યા કેસમાં પોલીસે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. પોલીસે દાવો કર્યો છે કે મૃતકની પત્ની મંજુ દેવી અને તેનો ભાણિયો આકાશ વર્મા ઉર્ફે લકી રેલવે કર્મચારીની હત્યાના કાવતરામાં સામેલ હતા. આકાશે તેના મિત્ર સંજય કશ્યપ સાથે મળીને પ્લાસ્ટિકના દોરડાથી સિદ્ધિનું ગળું દબાવીને હત્યા કરી હતી અને લાશને ઘરની પાછળ ઝાડીઓમાં ફેંકી દીધી હતી. પોલીસે મંજુ અને આકાશની ધરપકડ કરી છે, જ્યારે સંજય ફરાર છે. સિદ્ધિ પ્રસાદ લોધીની લાશ 25 મેના રોજ સાંજે 6 વાગ્યે તેમના ઘરથી 50 મીટર દૂર તળાવ પાસે ઝાડીઓમાંથી મળી આવી હતી. નજીકમાં મોબાઇલ, શર્ટ અને પેન્ટ નજીકમાં વેરવિખેર હતા તથા માથામાંથી લોહી વહી રહ્યું હતું અને તેમના શરીર પર ઘણા ઈજાના નિશાન હતા. ગામના એક યુવકે મૃતદેહ જોયો અને પરિવાર અને પોલીસને જાણ કરી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને મંજુ દેવીની ફરિયાદ પર હત્યાનો કેસ નોંધ્યો.
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા
પોલીસે તપાસ શરૂ કરી ત્યારે પરા નિવાસી આકાશ વર્મા ઉર્ફે લકીનું નામ સામે આવ્યું. કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન આકાશે સિદ્ધિની હત્યાના કાવતરાનો ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે સિદ્ધિ તેનો ભાણિયો હતો અને અવારનવાર ઘેર આવતો હતો આ દરમિયા બન્ને વચ્ચે મંજુ સાથે મિત્રતા થઈ હતી અને બને ફોન પર વાત કરવા લાગ્યા. મંજુએ આકાશને કહ્યું કે સિદ્ધિ દારૂ અને જુગારની લત ધરાવે છે, તેના ગામની એક વિધવા સાથે ગેરકાયદેસર સંબંધો છે અને તેની મોટી દીકરી પર ખરાબ નજર છે. ત્યાર બાદ બન્નેએ તેની હત્યાનો પ્લાન બનાવ્યો અને 40000માં એક ભાડૂતી હત્યારો રોક્યો હતો. 24 મેના રોજ મંજુએ આકાશને ફોન કરીને કહ્યું કે ઘરના બધા લગ્નમાં ગયા છે અને સિદ્ધિને મારી નાખવાની આ યોગ્ય તક છે. આકાશ અને સંજય સિદ્ધિના ઘરે પહોંચ્યા અને પ્લાસ્ટિકના દોરડાથી તેનું ગળું દબાવી દીધું. આ પછી, આકાશે સિદ્ધિના માથા પર લોખંડના પાઇપથી ઘણી વાર માર માર્યો જેથી તે બચી ન જાય. લાશને ઘરની પાછળ તળાવના સૂકા ખાડામાં ઝાડીઓ વચ્ચે ફેંકી દીધી હતી.
ADVERTISEMENT
પ્રેમના બદલાની ઘટના
ADVERTISEMENT
આ ઘટનાને પ્રેમનો બદલો ગણી શકાય છે. પત્ની હોવા છતાં પતિએ વિધવા સાથે સંબંધો બાંધ્યાં આ વાતને કારણે પત્નીને પણ સંબંધ બાંધવાની ઈચ્છા થઈ અને તે સગા ભાણિયા સાથે પ્રેમમાં પડી હતી અને અવારનવાર શારીરિક સુખ પણ માણ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.