ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / VIDEO: ચાલતી ટ્રેનમાં યુવક કરી રહ્યો હતો ખતરનાક સ્ટંટ, માથું અચાનક થાંભલા સાથે અથડાયું

VIRAL / VIDEO: ચાલતી ટ્રેનમાં યુવક કરી રહ્યો હતો ખતરનાક સ્ટંટ, માથું અચાનક થાંભલા સાથે અથડાયું

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:16 PM, 10 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VIRAL VIDEO: સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવાન ઝડપથી દોડતી ટ્રેનના દરવાજા પર ઉભો છે

ADVERTISEMENT

VIRAL VIDEO: સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવાન ઝડપથી દોડતી ટ્રેનના દરવાજા પર ઉભો છે, હેન્ડલ પકડીને શરીર બહાર કાઢી જીવલેણ સ્ટંટ કરતો જોવા મળે છે.

ટ્રેનમાં મુસાફરી કરવી જેટલી સલામત છે તેટલી જ ખતરનાક પણ હોઈ શકે છે. પરંતુ જો કોઈ સરફરેલો વ્યક્તિ દરવાજા પર ઉભા રહીને સ્ટંટ કરવાનું શરૂ કરે છે, તો સમજવું કે તે લાપરવાહી સાથે મોતને આમંત્રણ આપી રહ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવાન ઝડપથી દોડતી ટ્રેનના દરવાજા પર ઉભો રહીને સ્ટંટ કરતો જોવા મળે છે. પરંતુ બીજી જ ક્ષણે તેની સાથે શું થાય છે તે જોઈને તમે પણ ધ્રુજી જશો.

યુવાન ટ્રેનમાંથી બહાર લટકીને સ્ટંટ કરી રહ્યો હતો

ખરેખર સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવાન ઝડપથી દોડતી ટ્રેનના દરવાજા પર ઉભો છે, હેન્ડલ પકડીને પોતાનું આખું શરીર બહાર કાઢી સ્ટંટ કરે છે. તે યુવાનનું મન આટલેથી નથી ભરાતુ અને એક ડગલું નીચે ઉતરે છે અને ટ્રેનની બહાર ઠંડી હવાનો આનંદ માણવાનું શરૂ કરે છે. તેને ખબર નથી કે તેની મૂર્ખાઈ ટૂંક સમયમાં તેના જીવ પર ભારે પડવાની છે.

માથું અચાનક થાંભલા સાથે અથડાય છે

વીડિયોમાં યુવાનનું માથું અને ખભા, ટ્રેનની બહાર લટકતા થાંભલા સાથે અથડાય છે, અને તે ચાલતી ટ્રેનમાંથી પડી જાય છે. વિડિયો બનાવનાર વ્યક્તિ ગભરાઈ જાય છે અને કેમેરા બંધ કરી દે છે. વિડિઓ જોઈને કલ્પના લગાવી શકાય છે કે યુવકની હાલત શું થઇ હશે.

vtv app promotion

આ પણ વાંચોઃ LPG ગ્રાહકોએ હવે કરવું પડશે આ કામ, નહીંતર બાટલો લેવામાં મુશ્કેલી, સરકારની અપીલ

યૂજર્સ બોલ્યા, "હવે ક્યારેય આવી હરકત નહીં કરે"

વીડિયોને @HPhobiaWatch નામના એકાઉન્ટ દ્વારા શેર કરાયો જેને લાખો લોકો પહેલાથી જ જોઈ ચૂક્યા છે, અને ઘણા લોકોએ તેને પસંદ પણ કર્યો છે. સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ આ વિડિઓ પર વિવિધ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વપરાશકર્તાએ લખ્યું, "વિડિયો નકલી લાગે છે, ખબર નથી કેમ." બીજા વપરાશકર્તાએ લખ્યું, "એઆઇએ લોકોને બેવકુફ બનાવ્યા છે." બીજા યૂજર્સે લખ્યુ, "જો બચી ગયો હશે તો સ્ટંટ તો દૂર ક્યારે ટ્રેનમાં નહી બેશે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VIRAL VIDEO Train Stunt TRENDING

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ