બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / tips to identify whether the sweets are real or fake

ટિપ્સ / તહેવારોમાં આ રીતે ચેક કરો મીઠાઇ અસલી છે કે નકલી!

Published By: Krupa

Last Updated: 03:04 PM, 25 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીમાં ખાસ રીતે મીઠાઇઓનું વેંચાણ ખૂબ વધારે થાય છે, એવામાં ઘણા દુકાનદાર મીઠાઇ તૈયાર કરતા સામાનમાં જોરદાર ભેળસેળ કરે છે. એવામાં મીઠાઇ ખરીદતી વખતે તમારે એક વખતે એમની ઓળખ જરૂરથી કરી લેવી જોઇએ કારણ કે આ દિવસોમાં તમારું સ્વાસ્થ્ય નબળું ના પડે.

  • મીઠાઇ અસલી છે કે નકલી આવી રીતે કરો ચેક
  • દૂધ, માવો, ખાંડ અને દેસી ઘી માં સૌથી વધારે ભેળસેળ જોવા મળે છે

દિવાળી ભારતનો સૌથી લોકપ્રિય તહેવાર છે. ભારતમાં રહેતા દરેક વ્યક્તિ કોઇ પણ ધર્મથી જોડાયેલા હોય, દિવાળીના આ શુભ તહેવારને દરેક લોકો ઉત્સાહની સાથે ઊજવવાનું પસંદ કરે છે. આ દરમિયાન લોકો, કપડાં, ઘરેણાં, એક્સેસરીઝ અને મીઠાઇઓ ખૂબ શોખની સાથે ખરીદે છે. તો તમે એ વાતનું ધ્યાન રાખો કે આ તહેવારમાં તમને કોઇ નકલી મીઠાઇ પધરાઇ ના દે. તો આજે અમે તમને ટિપ્સ જણાવવા જઇ રહ્યા છીએ કે તમે અસલી અને નકલી મીઠાઇની ઓળખ કેવી રીતે કરશો. 

આ ચીજોમાં ખાસ જોવા મળે છે ભેળસેળ 
દૂધ, માવો, ખાંડ અને દેસી ઘી માં સૌથી વધારે ભેળસેળ જોવા મળે છે. આ ત્રણેય ચીજોનો ઉપયોગ કર્યા વગર કોઇ મીઠાઇ તૈયાર થતી નથી. એવામાં બને એટલું સમજી વિચારીને પોતાની જાણીતી દુકાનમાંથી જ મીઠાઇ ખરીદો. 

આ રીતે કરો મીઠાઇમાં ભેળસેળની ઓળખ 
ભેળસેળ મીઠાઇની ઓળખ એના રંગ, દુર્ગંધ અને એની પર લાગેલા સિલ્વર વર્કથી કરવામાં આવે છે. જે મીઠાઇનો રંગ પરિવર્તિત થઇ જાય અને એને સૂંઘવા પર અજીબ દુર્ગંધ આવે તો સમજી લો કે મીઠાઇ ભેળસેળ વાળી છે અને એ ખરાબ થઇ ગઇ છે. 

કેટલાક દુકાનદાર તો મોંઘું સિલ્વર વર્ક લગાવવાની જગ્યાએ એલ્યુમિનિયમ વર્કનો પ્રયોગ કરે છે. અસલી સિલ્વર વર્કની ઓળખ એને અડવાથી થઇ શકે છે. નકલી સિલ્વર વર્કને અડવાથી આ તમારા હાથમાં ચોંટશે. જેને ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક થઇ શકે છે. 

માવામાં ભેળસેળની ઓળખ
કેટલાક લોકો મીઠાઇઓ નકલીથી બચવા માટે ઘરે મીઠાઇ બનાવવનું પસંદ કરે છે. એવામાં માર્કેટમાં જે માવો મળે છે એની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. જો તમને શક છે કે માવો શુદ્ધ નથી તો તમે માવો ખરીદતી વખતે એને આંગળી પર મસળીને જુઓ. અસલી માવો એકદમ મુલાયમ અને ક્રીમી થશે જ્યારે નકલી માવો તમને દાણાદાર મહેસૂસ થશે. 

દૂધમાં ભેળસેળની ઓળખ 
થોડું દૂધ પ્લેટમાં નાંખો અને પછી પ્લેટને થોડી આડી પાડો. જો દૂધ ધીરે-ધીરે ઢાળ તરફ આવી જાય અને પાછળ કોઇ સફેદ લાઇન રહે તો સમજો એમાં પાણી મિક્સ કરેલું છે. જો દૂધ સફેદ લાઇન છોડે તો સમજો દૂધ શુદ્ધ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

DIwali 2019 Health sweets દિવાળી 2019 ભેળસેળ મીઠાઇ Diwali 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ