બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Politics / Those famous faces whose ticket was cut by BJP, then whose ticket is fixed?

લોકસભા ચૂંટણી 2024 / વી.કે સિંહથી લઇને વરૂણ ગાંધી સુધી.. એવાં દિગ્ગજ ચહેરા જેની ભાજપે ટિકિટ કાપી નાખી, તો કોની ટિકિટ પાક્કી?

Priyakant

Last Updated: 09:04 AM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: શનિવારે મોડી રાત સુધી ચાલુ રહી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ તો નવા ચહેરાઓને પણ સ્થાન

Lok Sabha Election : લોકસભા ચૂંટણીને લઈ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક શનિવારે મોડી રાત સુધી ચાલુ રહી હતી. મહત્વનું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પક્ષ પ્રમુખ જેપી નડ્ડા સહિત CEC સભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને રાજસ્થાનના ઉમેદવારોના નામો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, લગભગ 3 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં પાર્ટી હાઈકમાન્ડે ઘણા મોટા નામોની ટિકિટો રદ કરીને તેમની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવાનો નિર્ણય લીધો છે.

તો શું આ હાઈપ્રોફાઈલ ચહેરાઓની ટિકિટ કપાઈ ? 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ જેમની ટિકિટ કાપવાનો નિર્ણય કર્યો છે તેમાં ગાઝિયાબાદના સાંસદ અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહ, પીલીભીતથી વરુણ ગાંધી અને પ્રયાગરાજ સીટથી રીટા બહુગુણાનો સમાવેશ થાય છે. આ સિવાય બલિયાથી વીરેન્દ્ર સિંહ મસ્ત, હાથરસથી રાજવીર દિલેર, જયપુરથી રામચરણ બોહરા, ગંગાનગર સીટથી નિહાલ ચંદ અને બંધાયુથી સંઘમિત્રા મૌર્યની ટિકિટ કપાઈ શકે છે.

આ લોકોની ટિકિટ કન્ફર્મ 
સૂત્રોએ જણાવ્યું કે ભાજપે તેમના સ્થાને ગાઝિયાબાદથી અતુલ ગર્ગ, પીલીભીતથી જિતિન પ્રસાદ, હાથરસથી અનુપ બાલ્મિકીને, સહારનપુરથી રાઘવ લખનપાલ, અલીગઢથી સતીશ ગૌતમ, જયપુર સિટી સીટથી પૂજા કપિલ મિશ્રા, સુલતાનપુરથી મેનકા ગાંધી, મુરાદાબાદથી સર્વેશ કુમારને આપવાનું નક્કી કર્યું. આ સિવાય ધર્મેન્દ્ર પ્રધાનને ઓડિશાની સંબલપુર સીટથી, સંબિત પાત્રાને પુરીથી અને અપરાજિતા સારંગીને ભુવનેશ્વરથી ટિકિટ મળી શકે છે.

વધુ વાંચો : કોંગ્રેસે જાહેર કર્યું 46 ઉમેદવારનું ચોથું લિસ્ટ, વારાણસીમાં PM મોદીની સામે 'અજય' ઉમેદવાર ઉતાર્યો

તમને જણાવી દઈએ કે, BJP સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની આ પહેલા પણ બે વખત બેઠક થઈ છે અને અત્યાર સુધીમાં 291 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ બેઠકોમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ, કેરળ અને તેલંગાણા સહિત અન્ય રાજ્યોની બેઠકો પર નિર્ણય લેવામાં આવ્યો હતો. આમાંના કેટલાક રાજ્યોમાં ભાજપે હજુ સુધી ઘણી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ