બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / congress candidates list 4th up mp rajasthan lok sabha election 2024 check full list

લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસે જાહેર કર્યું 46 ઉમેદવારનું ચોથું લિસ્ટ, વારાણસીમાં PM મોદીની સામે 'અજય' ઉમેદવાર ઉતાર્યો

Dinesh

Last Updated: 11:24 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે 46 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે, દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશની રાજગઢ બેઠક પરથી ચૂંટણી લડશે

કોંગ્રેસે શનિવારે મોડી રાત્રે લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. અત્રે જણાવીએ કે, લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે, જ્યારે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે અને 4 જૂને પરિણામ જાહેર થશે. ત્યારે કોંગ્રેસ 46 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે

કોંગ્રેસે 46 ઉમેદવારોના નામ જાહેર કર્યા 

કોંગ્રેસે તેની ચોથી યાદીમાં કુલ 46 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય કેટલાક  રાજ્યોનો ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. આ યાદી મુજબ યુપી કોંગ્રેસના પ્રમુખ અજય રાય પીએમ મોદી સામે વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશની રાજગઢ બેઠક પરથી ચૂંટણી લડશે. તો યુપીના અમરોહાથી દાનિશ અલી અને સહારનપુરથી ઈમરાન મસૂદને ટિકિટ આપવામાં આવી છે.

વાંચવા જેવું: ગુજરાતમાં હિટવેવની આગાહીને જોતાં શિક્ષણ વિભાગે શાળાઓને કર્યા આદેશ, આ સુવિધાઓ આપવા સૂચના

શિવગંગાથી કાર્તિ પી ચિદમ્બરમ ચૂંટણી લડશે

નાગૌર બેઠક આરએલપી માટે છોડી દેવામાં આવી છે. તો બીજી તરફ પાર્ટીએ તમિલનાડુના શિવગંગાથી કાર્તિ પી ચિદમ્બરમ, યુપીના અમરોહાથી દાનિશ અલી, સહારનપુરથી ઈમરાન મસૂદ, કાનપુરથી આલોક મિશ્રા, ઝાંસીથી પ્રદીપ જૈન આદિત્યને ટિકિટ આપી છે. કોંગ્રેસે દેવરિયાથી અખિલેશ પ્રતાપ સિંહ અને પીએલ પુનિયાના પુત્ર તનુજ પુનિયાને બારાબંકીથી ટિકિટ આપી છે.

કોંગ્રેસે અત્યાર સુધી  185 ઉમેદવારો જાહેર કર્યા

તમને જણાવી દઈએ કે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે આ પહેલા ત્રણ યાદીઓ જાહેર કરી દીધી છે. જેમાં 139 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીએ પ્રથમ યાદીમાં 39, બીજી યાદીમાં 43 અને ત્રીજી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હવે ચોથી યાદીમાં 46 ઉમેદવારોના નામ છે. પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધીને કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.  ચોથી યાદીમાં જાહેર કરાયેલા ઉમેદવાર અજય રાય બનારસથી પીએમ મોદી સામે ચૂંટણી લડશે.
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ