રિયાન પરાગ ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. અશ્વિન જ્યારે સ્ટ્રાઈક પર હતો ત્યારે વાઈડ બોલ રન લેવા દોડી પડ્યાં પરંતુ પોતેજ રન આઉટ થઈ ગયો હતો.
અશ્વિન પર અકળાઈ ઉઠ્યો આ 20 વર્ષીય આ ખેલાડી
ક્રિકેટ ફેન્સને આ વર્તન બિલકુલ પસંદ ન આવ્યું
સોશિયલ મીડિયા પર આ ખેલાડીની આકરી ટીકા
રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મંગળવારે રમાયેલી IPL મેચમાં કંઈક એવું બન્યું જે ક્રિકેટ ચાહકોને બિલકુલ પસંદ ન આવ્યું. ઉલ્લેખનીય છે કે, મેચ દરમિયાન, 20 વર્ષનો એક ખેલાડી સિનિયર ઓફ-સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિનથી અકળાવવા લાગ્યો
આ 20 વર્ષીય ખેલાડીનું વલણ જોઈને ક્રિકેટના પ્રશંસકો પણ ગુસ્સે થઈ ગયા અને સોશિયલ મીડિયા પર તેના ખરાબ વર્તન માટે તેના પર આરોપ લગાવવા લાગ્યા. એવું બન્યું કે રાજસ્થાન રોયલ્સ (RR)ની ઇનિંગ્સ દરમિયાન, રિયાન પરાગ નોન-સ્ટ્રાઇક એન્ડથી છેલ્લી ઓવરમાં સ્ટ્રાઇક લેવા માટે દોડ્યો, પરંતુ રવિચંદ્રન અશ્વિન પોતાની જગ્યાએથી બિલકુલ ખસ્યો નહીં.
રિયાન પરાગ અડધી પીચ પર ઊભો હતો, તે સમયે તે રનઆઉટ થયો હતો. જ્યારે રવિચંદ્રન અશ્વિને રિયાન પરાગને તેના છેડે જોયો ત્યારે રિયાન પરાગ તેની સામે ગુસ્સાથી જોઈ રહ્યો હતો. રિયાન પરાગે જે રીતે રવિચંદ્રન અશ્વિન સાથે વાત કરી તે ચાહકોને બિલકુલ પસંદ ન આવી.
રિયાન પરાગના આ વર્તનની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે. રવિચંદ્રન અશ્વિન જેવા સિનિયર ખેલાડી સાથેના આ વર્તન માટે ચાહકોએ તેને ઘણી ખરુંખોટું સાંભળાવી છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ (RR)ને આ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ના હાથે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
What does Riyan Parag do in the team? Mascot of RR?
બીજી તરફ રિયાન પરાગની વાત કરીએ તો તેણે 3 બોલમાં માત્ર 4 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે આ ઇનિંગમાં 188 રન બનાવ્યા હતા. ફરી એકવાર જોસ બટલરે ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા અને 89 રનની જબરદસ્ત ઇનિંગ રમી. અંતે, ગુજરાત ટાઇટન્સે આ મેચ જીતી, ગુજરાતે રાજસ્થાનને 7 વિકેટે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી.