ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / This new facility will be launched so as not to disturb the bus passengers

ખુશખબર / ST બસના મુસાફરો માટે સારા સમાચાર; હવે મુસાફરો હેરાન ન થાય તે માટે આ સુવિધા 24 કલાક શરુ કરાશે

Published By: Intern

Last Updated: 04:39 PM, 13 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસટી બસમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે વધુ એક સારા સમાચાર છે. તેમના માટે એક વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમના કારણે હવે મુસાફરોને વધારે હેરાન નહિ થવું પડે. અને આરામ થી મુસાફરી કરી શકશે.

ADVERTISEMENT

  • મુસાફરો 24 કલાક ટીકીટ બુક કરાવી શકશે
  • મુસાફરો હવે હેરાન નઈ થાય
  • એસટી તંત્રને ૧૦ ટકા વધારાની આવક થવાની શકયતા છે

એસટી બસમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે વધુ એક સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. તે મુજબ હવે પ્રવાસીઓને કોઇ પણ સ્થળે ક્યારેય પણ પ્રવાસ કરવો હશે તો દિવસ કે રાત ગમે ત્યારે ર૪ કલાક એસટી ડેપો પર તેમની પ્રવાસ ટિકિટ રિઝર્વ કરાવી શકશે.

એસટી વિભાગે હવે રિઝર્વ ટિકિટ વિન્ડો ર૪ કલાક ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. આ નવા નિર્ણયની અમલવારી હવે ધીરે ધીરે તમામ એસટી ડેપોમાં શરૂ કરવામાં આવી રહી છે. એસટી સ્ટેન્ડમાં રિઝર્વેશન ટિકિટ વિન્ડો ર૪ કલાક ચાલુ રહેવાના કારણે યાત્રીઓને સુવિધા અને સરળ પ્રવાસનો લાભ મળશે અને એસટીને પણ વધારાની આવક થશે.

અત્યાર સુધી એસટી બસ સ્ટેન્ડથી રિઝર્વેશનની ટિકિટ વિન્ડો સવારના ૧૦-૦૦થી સાંજના ૬-૦૦ કલાક સુધી જ ખુલ્લી રહેતી હતી. લાંબા અંતરની મુસાફરી કરનારા પ્રવાસીઓ એડ્વાન્સ બુકિંગ માટે સવારથી જ લાઇનો લગાવતા હતા ત્યારે સાંજના ૬-૦૦ કલાકે ટિકિટ બારી બંધ થઇ જવાના કારણે રઝળી પડતા હતા, પરંતુ હવે એસટી તંત્ર દિવસ-રાત રિઝર્વેશન ટિકિટ વિન્ડો ખુલ્લી રાખશે, જેનો મોટો લાભ તહેવારોના દિવસોમાં પ્રવાસીઓ લઇ શકશે. આ નિર્ણયના કારણે એસટી તંત્રને ૧૦ ટકા વધારાની આવક થવાની શકયતા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Reservation ST Bus gujarat એસટી બસ ગુજરાત ટીકીટ બુકિંગ Good News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ