બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે ગેમિંગ ઇન્ડસ્ટ્રીના આ શેરોમાં કડાકો, 17 ટકાથી વધુનો ઘટાડો

બિઝનેસ / સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે ગેમિંગ ઇન્ડસ્ટ્રીના આ શેરોમાં કડાકો, 17 ટકાથી વધુનો ઘટાડો

Published By: Nirav Kumar

Last Updated: 05:05 PM, 29 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટના એક ચુકાદાના લીધે ગેમિંગ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો છે. જેમાં કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગને 28 ટકા GST દરના દાયરામાં લાવ્યું છે તે નિર્ણયને કોર્ટે સમર્થન આપ્યું છે.

શેરબજારમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપનીઓ માટે આજનો દિવસ ખરાબ રહ્યો છે. આ કંપનીઓના શેરના ભાવમાં 16 ટકા સુધીનો ઘટાડો થયો છે. તેનું કારણ સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સરકારના નિર્ણયને સમર્થન આપ્યું છે. જેમાં કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગને 28 ટકા GST દરના દાયરામાં લાવ્યું છે. આ નિર્ણયથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થવાની સંભાવના છે. જેમાં GST દર વધુ લગાવવાથી આ ઇન્ડસ્ટ્રીને 1.3 લાખ કરોડ રિપિયાનું નુકસાન થઈ શકે છે.

  • કઈ કંપનીના શેરમાં ઘટાડો?

ડેલ્ટા કોર્પ લિમિટેડના શેરના ભાવમાં આજે 17 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો જે. આ કંપનીના શેર BSE પર 68 રૂપિયાના સ્તરે નીચા ભાવે ખુલ્યા હતા. આ દિવસ દરમિયાન 17 ટકાથી વધુના ઘટાડા બાદ કંપનીના શેર 66.60 રૂપિયાના સ્તરે સ્થિર થયા હતા. છેલ્લા એક વર્ષમાં, ડેલ્ટા કોર્પના શેરના ભાવમાં 21 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ જ દરમિયાન સેન્સેક્સ ઇન્ડેક્સમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડેલ્ટા કોર્પનો 52-અઠવાડિયાનો હાઈ રેટ 98.66 રૂપિયા છે જ્યારે તેનો 52-અઠવાડિયાનું લો લેવલ 48.67 રૂપિયા છે. આ કંપની હાલમાં 1941 કરોડ રૂપિયાનું બજાર કેપિટલ ધરાવે છે.

VTV DIGITAL
  • લાંબા ગાળાનું પર્ફોમ

છેલ્લા બે વર્ષમાં ડેલ્ટા કોર્પના શેરના ભાવમાં 36 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન, પાંચ વર્ષના સમયગાળામા કંપનીના શેરના ભાવમાં 57 ટકાનો ઘટાડો થયો છે.

વધુ વાંચો : ગજબનું મ્યુચ્યુઅલ ફંડ, ₹10 હજારના રોકાણના બનાવી દીધા 51 લાખ, જાણો ડિટેલ્સ

  • નઝારા ટેક્નોલોજીના શેરમાં પણ ઘટ્યા

આજે આ કંપનીના શેરના ભાવમાં પણ 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન 3.5 ટકાના ઘટાડા બાદ આકંપનીના શેર 279.35 રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ લેવલે સ્પર્શી ગયા હતા. છેલ્લા એક વર્ષમાં નઝારા ટેક્નોલોજીસના શેરના ભાવમાં 11.69 ટકાનો ઘટાડો થયો છે. પણ બે વર્ષમાં નઝારા ટેક્નોલોજીસના ના ભાવમાં 64 ટકાનો વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 82 ટકાનો ઘટાડો થયો છે. આ પહેલા સરકારે ફેન્ટસી ગેમ્સ પર પણ કડક વલણ અપનાવ્યું હતું તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Delta Corp Limited Nazara Technologies

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ