બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:32 PM, 28 May 2026
Investment: કોઈ રોકાણકારે શરૂઆતના દિવસોમાં પરાગ પરીખ ફ્લેક્સી કેપ (PPFAS) ફંડમાં દર મહિને રૂપિયા 10,000 નો સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન શરૂ કર્યો હોત તો આજે તેમની રોકાણ રકમ લગભગ રૂપિયા 51 લાખ રૂપિયા થઇ ગઇ હોત.
ADVERTISEMENT
Parag Parikh Flexi Cap Fund : રોકાણ પેટર્ન પર નજર કરીએ તો તાજેતરના સમયમાં રોકાણકારો વધુને વધુ મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. ઘણા મ્યુચ્યુઅલ ફંડ તગડું વળતર આપી રહ્યા છે. આવું જ એક મ્યુચ્યુઅલ ફંડ 13 વર્ષ જૂનું પરાગ પરીખ ફ્લેક્સી કેપ (PPFAS) છે. તે સંપત્તિની દ્રષ્ટિએ સૌથી મોટું સક્રિય ફંડ અને ફ્લેક્સી-કેપ ફંડ છે. વિશ્લેષણ મુજબ જો કોઈ રોકાણકારે શરૂઆતના દિવસોમાં આ ફંડમાં દર મહિને 10,000 નો સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) શરૂ કર્યો હોત તો આજે તેમનું રોકાણ લગભગ 51 લાખ રૂપિયા વધીને થઇ ગયુ હોત.
દરમિયાન જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલાં આ ફંડમાં 10,000 રૂપિયાની એસઆઇપી કરી હોત તો આ રોકાણનું મૂલ્ય આજે 29.25 લાખ રૂપિયા હોત, જેનો એક્સટેન્ડેડ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન (XIRR) 17.02% હોત. પાંચ વર્ષ પહેલાં કરવામાં આવેલ સમાન રોકાણનું મૂલ્ય 8.21 લાખ રૂપિયા હોત, જેનો XIRR 12.61% હોત. છેલ્લા ત્રણ વર્ષમાં આ રોકાણ 4.05 લાખ રૂપિયા હોત.
ADVERTISEMENT
1.40 લાખ કરોડ રૂપિયા ફંડનું એયુએમ
આ ફ્લેક્સીકેપ ફંડને વેલ્યુ રિસર્ચ અને મોર્નિંગસ્ટાર બંને તરફથી 5-સ્ટાર રેટિંગ મળ્યું છે. એપ્રિલ 2026 સુધીમાં ફંડની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) માર્ચમાં 1.28 લાખ કરોડ રૂપિયાથી વધીને 1.40 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડ અનુસાર આ યોજનાનો રોકાણ ઉદ્દેશ્ય મુખ્યત્વે ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝ ધરાવતા સક્રિય રીતે સંચાલિત પોર્ટફોલિયો દ્વારા લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ પ્રાપ્ત કરવાનો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ
ADVERTISEMENT
આ યોજના ભારતીય અને વિદેશી શેરોમાં રોકાણ કરે છે અને મજબૂત બિઝનેસ મોડેલ ધરાવતી અને વાજબી મૂલ્યાંકન પર ઉપલબ્ધ કંપનીઓની પસંદગી કરે છે. ફંડ મેનેજર અને રિસર્ચ હેડ મુજબ તેમની રણનીતિ લાંબા ગાળા પર ગુણવત્તાયુક્ત કંપનીઓમાં રોકાણ કરવાની છે. જો બજાર યોગ્ય તકો પૂરી પાડતું નથી તો ફંડ કૈશ પણ હોલ્ડ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.