બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કેન્સરને અટકાવવા ફક્ત આટલુ કરો
કેન્સરના કારણે દર વર્ષે લાખો લોકોના જીવ જાય છે. કેન્સર અનેક પ્રકારના હોય છે. જેમકે ફેફસાનુ કેન્સર, સ્કિન કેન્સર, બ્રેસ્ટ કેન્સર, પેટનુ કેન્સર વગેરે. જ્યા કેન્સર થાય છે ત્યાં શરીરના એવા ભાગમાં ગાંઠ પણ બની જાય છે. કેન્સર થવાથી શરીરમાં કોશિકાઓ ઝડપથી અને અસામાન્ય રીતે વધે છે અને વિભાજીત થાય છે. જેનાથી શરીરને મુશ્કેલી થાય છે. જો કેન્સરની જાણ શરૂઆતમાં જ થઇ જાય તો તેની સારવાર શક્ય છે. પરંતુ વધારે સમય વિતી જાય તો કેન્સર જીવલેણ સાબિત થાય છે. ભૂલથી આ ભૂલો કરશો નહીં.
ADVERTISEMENT

મોબાઈલનો વધુ ઉપયોગ કરવો
ADVERTISEMENT
આજકાલ લોકો આખો દિવસ મોબાઈલ અથવા લેપટોપ રચ્યા પચ્યા રહે છે. મોબાઈલ એક એવી વસ્તુ છે, જેના વગર કોઈ રહી શકતુ નથી. પરંતુ શું તમે જાણો છો કે વધારે મોબાઈલનો ઉપયોગ કરવો આરોગ્ય માટે હાનિકારક છે. લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી ફોનમાંથી રેડિયોફ્રીક્વન્સી એનર્જી નિકળે છે, જે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડે છે. મોબાઈલનો વધુ ઉપયોગ કરવાથી કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

ADVERTISEMENT
વધારે સ્ટ્રેસમાં રહેવુ
આજકાલ બધાને સ્ટ્રેસ, એસિડીટી, માનસિક પરેશાનીઓ વધુ થઇ રહી છે. એવામાં વધુ સ્ટ્રેસ લેવાથી કેન્સરની શક્યતા વધી જાય છે. જે લોકો વધુ તણાવમાં રહે છે તેનુ બ્લડ પ્રેશર વધી જાય છે, હાર્ટબીટ ઝડપી થાય છે અને બ્લડ શુગર લેવલ પણ વધી જાય છે.
ADVERTISEMENT
સ્મોકિંગ અને દારૂ પીવો
સ્મોકિંગ અને આલ્કોહોલનુ સેવન કરવાથી કેન્સરની શક્યતા વધી જાય છે. આ ચીજવસ્તુની સીધી અસર ફેફસા, મોંઢા અને ગળા પર થાય છે, જે ક્યારેક કેન્સરનું સ્વરૂપ ધારણ કરી લે છે તેની જાણકારી મળતી નથી. એવુ કહેવામાં આવે છે કે જે લોકો સ્મોકિંગ અને આલ્કોહોલનુ સેવન વધુ કરે છે, તેની ઉંમર નોર્મલ વ્યક્તિથી 10 વર્ષ ઓછી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.