ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / These Home Remedies Help Get Rid Off Acidity And Gas

સ્વાસ્થ્ય / ગેસ, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યામાં ઝટથી આરામ આપશે રસોડાની આ ચીજો

Published By: Juhi

Last Updated: 01:39 PM, 12 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માન્યતા છે કે જો તમારું પેટ ઠીક હશે તો સ્વાસ્થ્ય સારું રહેશે. બિઝી લાઇફસ્ટાઇલને કારણે મોટેભાગે લોકો બહારનું ખાવાનું ખાતા હોય છે જેના કારણે પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યા જોવા મળે છે.  એસિડિટી અને કબજિયાતની સમસ્યા વધારે જોવા મળી રહી છે આ કારણે છાતીમાં બળતરાની સમસ્યા થાય છ. જો તમે આ સમસ્યાથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો આ ઘરેલૂ ઉપાય તમારા મદદમાં આવશે.

ADVERTISEMENT

વરિયાળી:
વરિયાળી એસિડીટી ઠીક કરીને પેટને રાહત પહોંચાડે છે. 1 મોટી ચમચી વરિયાળી 2 કપ પાણીમાં ઉકાળી લો અને દિવસમાં 2-3 વખત લો. તેનાથી નાના-મોટા આંતરડાને ફાયદો થશે. જમવાના 5-10 મિનિટ પછી વરિયાળી લેવાથી ફાયદો થાય છે.

અજમો:


ગેસ અને એસિડિટીની સમસ્યા જો રહેતી હોય તે અજમાનું નિયમિત સેવન કરવું ફાયદાકારક છે. જો તમારે આ ઉપાય નિયમિત નથી કરવો તો જે દિવસે વધારે તીખી-મસાલાવાળી વાનગીઓનું સેવન કર્યુ હોય તો અજમાને જરૂરથી ખાઓ. આ પેટમાં રહેલા હાનિકારક તત્વોને ખત્મ કરી દે છે. ખાસ વાત છે કે અજમામાં કેલ્શિયમ હોય છે જે હાડકાઓ માટે ફાયદારૂપ છે. ભોજન કર્યાના 10 મિનિટ પછી એક નાની ચમચી અજમામાં સીંધાણુ કે મીઠું મિક્સ કરીને ખાઇ લો અને એક ગ્લાસ પાણી પી લો. આ સિવાય તમે શાકભાજીમાં પણ અજમો નાખીને ખાઇ શકો છો. 

સૂંઠ:
સૂંઠને ગેસ ઓછો કરવામાં મદદ કરે છે. નિયમિત સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત રહે છે. પેટમાં એન્ઝાઈમ પૂરતી માત્રામાં નીકળે છે. અડધી ચમચી સૂંઠ નોર્મલ કે હૂંફાળા પાણી સાથે જમવાથી 10-15 મિનિટ પછી લેવુ જોઇએ.

હરડે:


અપચામાં હરડે રામબાણ ઈલાજ છે. પેટના રોગોમાં તે ખૂબ જ ફાયદારૂ છે. પેટને સાફ રાખે છે અને ખાવાનું પણ જલ્દી પચાવવામાં મદદ કરે છે. જમવાની 10-15 મિનિટ પછી અડધી ચમચી હરડે સાદા પાણી સાથે લેવી જોઇએ.

તુલસી:
એસિડિટીમાં તુલસીનું પાન પણ રાહત આપે છે. તે પેટના અલ્સરથી બચાવે છે અને પાચન મજબૂત કરે છે. રોજ 3-4 તુલસીના પાનનું સેવન કરવાથી પેટ સારું રહે છે અને પાણીમાં ઉકાળીને લેવાથી વધારે ફાયદારૂપ રહે છે. 

હીંગ:


ભોજન બનાવવામાં હીંગનો મોટા પાયે ઉપયોગ થાય છે. તેની સુગંધ ભૂખ વધારે છે અને તે પાચન માટે પણ ફાયદારૂપ છે. તેના નિયમિત સેવનથી પાચન માટે નીકળતા એન્ઝાઇમ યોગ્ય માત્રામાં નીકળે છે. હીંગને ડૂંટી પર લગાવવાથી પણ ગેસની સમસ્યાથી છૂટકારો મળે છે અને પેટના દુખાવામાં રાહત મળે છે. બાળકો માટે હીંગ ખૂબ જ ફાયદારૂપ છે. 

લવિંગ:
લવિંગનું નિયમિત સેવન પેટને સ્વસ્થ રાખે છે. જમવાના 10 મિનિટ પછી લવિંગની એક કે બે કળી ચાવી જાવ. આમ કરવાથી જમવાનું પચી જશે અને પેટ સાફ થશે. લવિંગની કળી ચાવવાથી પેઢા પણ મજબૂત બને છે. તેને ચા સાથે પણ લઈ શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Health Remedies lifestyle ઘરેલૂ ઉપચારો Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ